Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર યાત્રિકને મળ્યા PM મોદી
- અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો રાખવામાં આવ્યા
- પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા
Ahmedabad Plane Crash: ગુરુવારે બપોરે લગભગ 1:40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા.
- PM મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
- 20 મિનિટ સુધી ઘટના સ્થળે રહીને જાણકારી મેળવી@narendramodi @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @airindia@ahmairport #Ahmedabad #PlaneCrash #PlaneCrash2025 #PMModi #CMBhupendraPatel #AhmedabadPlaneCrash #AirIndia… pic.twitter.com/tDqCtnblUV— Gujarat First (@GujaratFirst) June 13, 2025
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ એક પડકાર
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ એક પડકાર છે અને આ માટે DNA નમૂના લેવામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો રાખવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસ બે સ્તરે શરૂ થઈ છે, જેમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિનો સમાવેશ થાય છે. બ્લેક બોક્સથી અકસ્માતનું કારણ બહાર આવવાની અપેક્ષા છે. મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માત સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કોઈને બચાવવાની કોઈ શક્યતા નહોતી. બધાને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પછી, મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં ક્રેશ થયું.
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા રમેશ વિશ્વાસની આપવીતી
PM મોદીએ રમેશ વિશ્વાસ પાસેથી મેળવી માહિતી
મને ખુદ પર વિશ્વાસ નથી થતો કે હું બચી ગયો: રમેશ વિશ્વાસ
“મારી નજર સામે જ આ દુર્ઘટના બની હતી”Source: DD News@PMOIndia @narendramodi @CMOGuj@narendramodi @Bhupendrapbjp @CRPaatil… pic.twitter.com/YhslgKDJER
— Gujarat First (@GujaratFirst) June 13, 2025
ઘટનાસ્થળની મુલાકાત બાદ PM મોદીની X પર પોસ્ટ સામે આવી
અમદાવાદમાં ઘટનાસ્થળની મુલાકાત બાદ PM મોદીની X પર પોસ્ટ સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ઘટનાસ્થળે વિનાશના દ્રશ્યો દુઃખદ છે. ઘટના બાદ અથાગ મહેનત કરનારી ટીમોને મળ્યો. જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજલિબેન રૂપાણીને મળ્યા છે. ગાંધીનગરથી અંજલિબેન સહિત પરિવાર અમદાવાદ આવ્યો છે. અંજલિ રૂપાણીને વડાપ્રધાન મોદીએ સાંત્વના પાઠવી છે. વિજય રૂપાણીના મૃત્યુને લઈ PMએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર યાત્રિકને પીએમ મોદી મળ્યા
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચેલા એકમાત્ર યાત્રિકને પીએમ મોદી મળ્યા છે. પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં બચી ગયેલા યાત્રિકને મળ્યા છે. તેમાં PM મોદીએ વિશ્વાસ રમેશના ખબર અંતર પૂછ્યા છે. તથા વિશ્વાસ રમેશ પાસેથી દુર્ઘટના અંગેની જાણકારી લીધી છે. વિશ્વાસ રમેશે કહ્યું, હું વિમાનમાંથી કૂદ્યો નહોતો. દુર્ઘટના બાદ સીટ પરથી હું બહાર નીકળી ગયો. મને પોતાને જ વિશ્વાસ નથી કે કેવી રીતે બહાર નીકળ્યો હતો. પ્લેનમાં અચાનક સ્પીડ વધી અને પછી દુર્ઘટના ઘટી હતી.
PMની વિઝિટ બાદ આરોગ્ય મંત્રીની સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજાઇ
PMની વિઝિટ બાદ આરોગ્ય મંત્રીની સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજાઇ છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા, બળવંત સિંહ રાજપૂત બેઠકમાં ઉપસ્થિત છે. સિવિલ હોસ્પિટલના સુપ્રરિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ હાજર છે. સિવિલ હોસ્પિટલમાં થઈ રહેલી કામગીરી અંગે સમીક્ષા કરી રહ્યા છે. તથા DNA રિપોર્ટ અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી છે.
આ પણ વાંચો: Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્તોને પડખે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવારત