Ahmedabad plane crash : પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ સ્થળોએ પ્રાર્થના સભાનું આયોજન
- આજે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવાર સ્વીકારશે
- બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહ રાજકોટ લઈ જવાશે
- તમામ કચેરીઓ ખાતે અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રીય ધ્વજ
Ahmedabad plane crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાની દુર્ઘટનામાં મોત થયુ છે. જેમાં આજે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવાર સ્વીકારશે. તેમજ 11 વાગે પરિજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે. 11:30 વાગે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે. બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહ રાજકોટ લઈ જવાશે. તથા 12:30 વાગ્યે અમદાવાદથી રાજકોટ નશ્વરદેહ લઈ જવાશે.
12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે
12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે. તેમાં ગ્રીન ચોકડીથી નિવાસ્થાન સુધી યાત્રા નીકળશે. જેમાં 2:30 થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી યાત્રા રાજકોટ નિવાસ્થાને લઈ જવાશે. સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન કરી શકાશે. સાંજે પાંચથી છ વાગ્યા સુધી અંતિમયાત્રા નીકળશે. તથા રામનાથપરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક છે. તેથી આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. વિમાની દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયુ હતુ.
પ્રાર્થના સભાઓનું આયોજન:
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:
- તારીખ: 17 જૂન, 2025, મંગળવાર
સમય: સાંજે 3:00 થી 6:00 વાગ્યે
સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ
ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા - તારીખ: 19 જૂન, 2025, ગુરુવાર
સમય: સવારે 9:00 થી 12:00 વાગ્યે
સ્થળ: હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર
ભાજપ, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા - તારીખ: 20 જૂન, 2025, શુક્રવાર
સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્ય
સ્થળ: કમલમ, કોબા, ગાંધીનગર
આ પણ વાંચો: LIVE: Ahmedabad Plane Crash : વિજય રૂપાણી આજે અંતિમ સફરે, રાજકોટમાં સાંજે 6 વાગ્યે અંતિમ સંસ્કાર