Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે

ahmedabad plane crash   આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે
Advertisement

Ahmedabad : શહેરમાં Air India નું પ્લેન ક્રેશ થતાં ચકચાર મચી ગઈ છે. આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જેમાં ક્રુ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. વિમાન દુર્ઘટના અંગે ટાટા ગ્રૂપે વળતરની જાહેરાત કરી. દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 1 કરોડ રુપિયાના વળતર ચૂકવવામાં આવશે. ઘાયલોનો તમામ તબીબી ખર્ચ ટાટા ગ્રૂપ ઉઠાવશે. બીજે મેડિકલના છાત્રાલય નિર્માણમાં સહાયની પણ જાહેરાત કરી. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને આ જાહેરાત કરી છે.

Advertisement

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે

June 13, 2025 12:08 am

Advertisement

અમદાવાદ એરઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે. માહિતી અનુસાર, પીએમ મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન મોદી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળશે. ત્યાર બાદ PM મોદી ઘટનાસ્થળે પણ જઈ શકે છે. અમદાવાદ પોલીસે માહિતી આપી છે.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

June 12, 2025 10:59 pm

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમદાવાદ ખાતે થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ સાથે મળીને સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત તેમણે કરી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મીડિયા સાથે કરી વાત

June 12, 2025 10:01 pm

સર્કિટ હાઉસ ખાતે પ્લેન દુર્ઘટના અંગેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોંફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, આજે જે દુર્ઘટના ઘટી તેનાથી સમગ્ર દેશ દુ:ખી છે. આજની આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુર્ઘટના બની અને તરત જ અમારા દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત કરી. વિમાનમાં દેશ-વિદેશનાં કુલ 230 લોકો સવાર હતા અને 12 ક્રૂ મેમ્બર હતા. એક યાત્રીનો આબાદ બચાવ થયો તેમને હું મળ્યો. સાચો મૃત્યુઆંક DNA પરીક્ષણ બાદ જ જાણી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, ઘટના બાદ રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એલર્ટ કરી છે. વિમાનમાં સવા લાખ લીટર ઇંધણ હતું. ગરમી અને વાતાવરણનાં કારણે કોઈ બચી ના શક્યું. તમામ યાત્રીઓનાં મૃતદેહ બહાર કાઢવાની પ્રકિયા પૂર્ણ થઈ છે અને DNA પરીક્ષણનું કામ 3 કલાકમાં પૂર્ણ કરાશે. ગુજરાતમાં જ DNA ટેસ્ટ થશે જે FSL અને NFSU ખાતે થશે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પીડિત પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે.

મૃતકના પરિવારના સભ્યો પ્રભુ ધીરજ, શક્તિ આપે : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ

June 12, 2025 9:29 pm

અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની ઘટના ખૂબ દુઃખદ છે. મૃતકોનાં આત્માને શાંતિ મળે. મૃતકનાં પરિવારના સભ્યો પ્રભુ ધીરજ, શક્તિ આપે.

Ahmedabad Plane Crash : ટાટા ગ્રૂપ દ્વારા મૃતકોના પરિવારજનોને 1 કરોડ રુપિયાના વળતરની જાહેરાત કરાઈ

June 12, 2025 8:55 pm

વિમાન દુર્ઘટના અંગે ટાટા ગ્રૂપે વળતરની જાહેરાત કરી. દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 1 કરોડ રુપિયાના વળતર ચૂકવવામાં આવશે. ઘાયલોનો તમામ તબીબી ખર્ચ ટાટા ગ્રૂપ ઉઠાવશે. બીજે મેડિકલના છાત્રાલય નિર્માણમાં સહાયની પણ જાહેરાત કરી. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને આ જાહેરાત કરી છે. 

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

June 12, 2025 8:10 pm

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સી. આર. પાટીલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પણ યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Ahmedabad Plane Crash : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા

June 12, 2025 7:49 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે. અમિતભાઈ શાહ ઘટના સ્થળનું કરી રહ્યા છે નિરીક્ષણ.

Ahmedabad Plane Crash : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ ઘટનાસ્થળે પહોંચ્યા

June 12, 2025 7:38 pm

અમદાવાદમાં થયેલ પ્લેન એક્સિડેન્ટ સ્થળ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ ઘટનાસ્થળે પહોંચ્યા છે. રામમોહન નાયડુએ દુર્ઘટના સંદર્ભે જાણકારી મેળવી.

વડતાલ સંસ્થા મૃતકોના પરિવારની સાથે છે, ડો.સ્વામીએ શોક વ્યક્ત કર્યો

June 12, 2025 7:25 pm

અમદાવાદમાં થયેલ પ્લેન એક્સિડેન્ટ મુદ્દે વડતાલના ડો. સ્વામીએ શોક વ્યક્ત  કર્યો છે. તેમણે મૃતકોના પરિવાર સાથે વડતાલ સંસ્થા હોવાનું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે

June 12, 2025 7:15 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ આવવા રવાના થયા

June 12, 2025 6:42 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. દિલ્હીથી વિશેષ વિમાનમાં અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે.

બી.જે. મેડિકલના કસોટી ભવન ખાતે પ્રવાસીઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી શરુ કરાઈ

June 12, 2025 6:37 pm

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓની ઓળખ માટે પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી શરુ કરાઈ છે. બી. જે. મેડિકલના કસોટી ભવન ખાતે આ પ્રક્રિયા ચાલી રહી છે.

આ દુઃખદ ઘટનાને શબ્દોમાં વર્ણવી અશક્ય છે, અસરગ્રસ્તો સાથે મારી સંવેદનાઓ છે - વડાપ્રધાન મોદી

June 12, 2025 6:00 pm

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના પર  પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ દુઃખદ ઘટનાને શબ્દોમાં વર્ણવી અશક્ય છે, અસરગ્રસ્તો સાથે મારી સંવેદનાઓ છે.

વિમાન દુર્ઘટના અંગે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યુ દુઃખ

June 12, 2025 5:40 pm

વિમાન દુર્ઘટના અંગે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પાસે થયેલ વિમાન દુર્ઘટના બદલ ખૂબ ખેદ અનુભવું છું. મૃતકોના પરિવાર માટે સાંત્વના પાઠવું છું.

Ahmedabad Plane Crash : દુર્ઘટના સ્થળે સેના પહોંચી, NSG કમાન્ડો દ્વારા બચાવ અને રાહત કામગીરી શરુ

June 12, 2025 5:23 pm

પ્લેન ક્રેશ ઘટનામાં ઘટનાસ્થળે સેના પહોંચી ગઈ છે. પ્લેનનો કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. NSG કમાન્ડો પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

ક્રેશ પ્લેનમાં રહેલા વિજ્ય રુપાણીની છેલ્લી તસ્વીર

June 12, 2025 5:06 pm

અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રુપાણી મૃત્યુ પામ્યા છે. પ્લેનમાંથી તેમની છેલ્લી ક્ષણોની તસવીર જૂઓ.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભે અધિકારીઓને તપાસની જવાબદારી સોંપવામાં આવી

June 12, 2025 5:03 pm

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભે અધિકારીઓને તપાસની જવાબદારી સોંપવામાં આવી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધંનજય દ્વિવેદીની અધ્યક્ષતામાં 4 IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.

Ahmedabad Plane Crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું દુઃખદ અવસાન

June 12, 2025 4:41 pm

અમદાવાદમાં થયેલા ગમખ્વાર પ્લેન અકસ્માતમાં વિજય રુપાણીનું દુઃખદ અવસાન થયું છે.

Ahmedabad Plane Crash : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોચ્યા સિવિલ હોસ્પિટલ

June 12, 2025 4:31 pm

અમદાવાદમાં થયેલા ગમખ્વાર પ્લેન અકસ્માત સંદર્ભે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોચ્યા છે.

Ahmedabad Plane Crash : UKના વડાપ્રધાન કીર સ્ટાર્મરે દુ:ખ વ્યક્ત કર્યુ

June 12, 2025 4:27 pm

વિમાન દુર્ઘટના અંગે UKના PM સ્ટાર્મરે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, અમદાવાદમાં બનેલી દુર્ઘટનાના દ્રશ્ય વિનાશકારી છે. અનેક બ્રિટિશ નાગરિક વિમાનમાં સવાર હતા. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે.

એર ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત, 105 મુસાફરોના મૃત્યુ

June 12, 2025 4:03 pm

અમદાવાદમાં થયેલા ગમખ્વાર પ્લેન અકસ્માતમાં 105 મુસાફરોના મૃત્યુ થયા હોવાની એર ઈન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં 2 પાયલોટ સહિત 25 મુસાફરોના મૃતદેહ મળ્યા. વડોદરાથી 25 ફાયર ફાયટર અને 200 કર્મચારીઓ અમદાવાદ જવા રવાના થયા છે.

વિમાન દુર્ઘટના અંગે બ્રિટન સરકારનું નિવેદન, બ્રિટિશ નાગરિકોને કોન્સ્યુલર અપાશે

June 12, 2025 3:51 pm

વિમાન દુર્ઘટના અંગે બ્રિટન સરકારનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય અધિકારીઓ સાથે સંપર્કમાં છે બ્રિટનના અધિકારીઓ. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની જાણકારી મેળવ્યા બાદ બ્રિટને પીડિત નાગરિકોને કોન્સ્યુલર અપાશે તેવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે વિમાનમાં 53 બ્રિટિશ નાગરિકો હતા સવાર

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

June 12, 2025 3:42 pm

અમદાવાદના એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિજય રૂપાણી અંગે સમાચાર સાંભળી ખેદ વ્યક્ત કર્યો છે

June 12, 2025 3:28 pm

પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિજય રૂપાણી અંગે સમાચાર સાંભળી ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પાડોશી તરીકે અમારે અવાર નવાર વાત-ચીત થતી રહેતી હોય છે. બે દિવસ અગાઉ જ લંડન જવા અંગે વાત થઈ હતી. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મુસાફરોની વિગત સામે આવી, ભારતીયો ઉપરાંત બ્રિટન, પોર્ટુગલ અને કેનેડાના નાગરિકો હતા સવાર

June 12, 2025 3:23 pm

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મુસાફરોની વિગત સામે આવી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર બ્રિટનના 52, પોર્ટુગલના 6, કેનેડાનો 1 નાગરિક સવાર હતો અન્ય તમામ મુસાફર ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું

અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડ્ડયન મંત્રી સાથે કરી વાતચીત, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો

June 12, 2025 3:18 pm

અમદાવાદમાં થયેલા ગમખ્વાર પ્લેન ક્રેશ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રુપાણી પણ ઘાયલોમાં સામેલ છે. આ પ્રસંગની ગંભીરતાને જોતા વડાપ્રધાને ઉડ્ડયન મંત્રી સાથે કરી વાતચીત, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર પેસેન્જર્સનું લિસ્ટ આવ્યું સામે

June 12, 2025 3:15 pm

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપરાંત અનેક મહાનુભાવો હાજર હતા. ઘાયલ પેસેન્જર્સનું લિસ્ટ સામે આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા

June 12, 2025 3:11 pm

અમદાવાદમાં થયેલા ગમખ્વાર પ્લેન ક્રેશ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રુપાણી પણ ઘાયલોમાં સામેલ છે. આ પ્રસંગની ગંભીરતાને જોતા વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે

અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી ઘાયલોમાં સામેલ

June 12, 2025 3:05 pm

અમદાવાદમાં થયેલા ગમખ્વાર પ્લેન ક્રેશ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રુપાણી પણ ઘાયલોમાં સામેલ છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાની તપાસાર્થે DGCA ની ટીમ દિલ્હીથી રવાના થઈ

June 12, 2025 3:03 pm

અમદાવાદમાં 200થી વધુ પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ છે. જેમાં ગુજસેલ એરપોર્ટ પર વિમાન ક્રેશની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન હોવાની આશંકા છે. જેમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા છે.

એર ઈન્ડિયાના પ્રવક્તાની પ્રથમ પ્રતિક્રિયા આવી

June 12, 2025 2:58 pm

વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, ઘટના અંગે જાણકારી મેળવી રહ્યાં છીએ.

અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રુપાણી પણ ઘાયલ થયા છે

June 12, 2025 2:51 pm

અમદાવાદમાં થયેલ ભીષણ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ ઘાયલ થયા છે, તેમની સઘન સારવાર ચાલી રહી છે.

વિમાન દુર્ઘટના અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ દુઃખ વ્યક્ત કર્યુ , X પર કરી પોસ્ટ

June 12, 2025 2:48 pm

વિમાન દુર્ઘટના અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીનું ટ્વીટ કર્યુ છે. રામ મોહન નાયડુએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર વ્યક્તિગત નજર રાખી રહ્યા છે ઉડ્ડયન મંત્રી.

અમદાવાદમાં Air India નું પ્લેન ક્રેશ, અંદાજિત 242 મુસાફરો અને ક્રુ મેમ્બર્સમાંથી 100ના મૃત્યુની આશંકા

June 12, 2025 2:32 pm

અમદાવાદમાં ગુરુવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. જણાવી દઈએ કે, એર ઈન્ડિયાનું લંડન જતું મુસાફર વિમાન ટેકઓફ કર્યા બાદ મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું, જે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, આ વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા,

This Live Blog has Ended
Advertisement

.

×