Ahmedabad Plane Crash : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રામ મોહન નાયડુ (Ram Mohan Naidu) આજે ધોલેરા એરપોર્ટની મુલાકાતે હતા. દરમિયાન, તેમણે અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે. તેનાથી પણ જરૂરી છે કે સત્ય બહાર આવે. તેમણે માહિતી આપતા કહ્યું કે, તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.
પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે : કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ
અમદાવાદમાં 12 જૂન, 2025 ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-171) મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ (Ahmedabad Plane Crash) થઈ હતી. આ ગોઝારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijaybhai Rupani) સહિત 250 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાની તપાસને લઈ હવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ધોલેરા એરપોર્ટની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે.
'તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યુ છે'
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ માહિતી આપતા કહ્યું કે, તપાસનો ફાઈનલ રિપોર્ટ જલ્દી જ સામે આવશે. જો કે, તેનાથી પણ જરૂરી છે કે સત્ય બહાર આવે. તપાસ મામલે પારદર્શકતાથી કામ થઈ રહ્યું છે.
ધોલેરા એરપોર્ટની મુલાકાત
માહિતી અનુસાર, આવનારા દિવસોમાં ધોલેરા ગ્રીનફિલ્ડ હવાઇ મથક દેશનું સૌથી મોટું કાર્ગો ટર્મિનલ બનશે. દેશના મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી પણ ઝડપથી ચાલુ છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની (Dholera Airport) 80 ટકા કામગીરી હાલ પૂર્ણ થઇ છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ રન-વેનું નિરીક્ષણ કર્યું હતું. રન-વે બાદ મંત્રીએ ટર્મિનલની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટ મેનેજર પાસેથી એરપોર્ટની કામગીરીની માહિતી મેળવી હતી. ખૂબ જ ઓછા સમયમાં એરપોર્ટ ચાલુ કરી દેવાશે તેમ તેમણે જણાવ્યું હતું. એરપોર્ટ માટે જરૂરી તમામ મંજૂરીઓ વહેલી તકે આપી દેવાશે.
આ પણ વાંચો - Ahmedabad RathYatra 2026 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાત, જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ