VADODARA : ક્રેશ પહેલા મહિલાએ સ્ટેટસ મુક્યું, 'કોઈના જાને યહા ક્યાં હો જાયે કલ'
- વડોદરાના અંજુ શર્મા પોતાની પુત્રીને મળવા લંડન જઇ રહ્યા હતા
- ફ્લાઇટ ક્રેશ થતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુક્યું હતું
- ઘટના બાદ તેમની પુત્રીએ ઉઠાવ્યા સવાલો
- હું જીવનમાં ક્યારે એર ઇન્ડિયામાં નહીં બેસુ - નિમ્મી શર્મા
VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) માં 241 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેનમાં વડોદરા (VADODARA AIR PASSENGER) ના અંજુ શર્મા પણ સવાર હતા. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા તેમણે સ્ટેટસ (SOCIAL MEDIA STATUS) મુક્યું કે, 'કોઈના જાને યહા ક્યાં હો જાયે કલ'. બાદમાં પ્લેને ઉડાન ભરતાની સાથે જ તે ક્રેશ થઇ ગયું હતું. અંજુ શર્મા લંડનમાં પોતાની મોટી દિકરીને મળવા જઇ રહ્યા હતા. પ્લેન ક્રેશની ઘટના બાદ મૃતકની પુત્રીએ એર ઇન્ડિયા (AIR INDIA) સામે અણિયારા સવાલો ઉઠાવ્યા (ALLEGATION) છે. નિમ્મી શર્માનું કહેવું છે કે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સિક્યોરીટી ખુબ ખરાબ છે. તેઓ ખુબ જૂનું બોઇંગ વાપરે છે. હું ક્યારે એર ઇન્ડિયામાં નહીં બેસું.
તેમના જીવનમાં પણ એવી જ ઘટના બની
અમદાવાદ પ્લેન ક્રેશમાં સેંકડો પરિવારોએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે. આ દુર્ઘટનાને સદીની સૌથી મોટી હવાઇ દુર્ઘટના માનવામાં આવે છે. આ ઘટનામાં મૃતકોના પરિજનો હવે એર ઇન્ડિયા કંપની સામે અણિયારા સવાલો ઉઠાવી રહ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વડોદરાના અંજુ શર્મા લંડન જવા માટે બેઠા હતા. પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યું થયું છે. આ દુર્ઘટના પહેલા તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ કર્યું હતું. એમાં જુના એક સોંગની કડી હતી, 'કોઈના જાને યહા ક્યાં હો જાયે કલ'. અને ખરેખર તેમના જીવનમાં પણ એવી જ ઘટના બની હતી.
એર ઇન્ડિયા ખૂબ જૂનું બોઇંગ વાપરે છે
આ ઘટના બાદ મૃતકની પુત્રી નિમ્મી શર્માએ એર ઇન્ડિયા કંપનીની સિક્યોરીટી અણિયારા સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સિક્યોરીટી બહુ ખરાબ હોય છે. મારી સાથે પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખરાબ અનુભવ થયો હતો. એર ઇન્ડિયા ખૂબ જૂનું બોઇંગ વાપરે છે, તેઓ નવું બોઇંગ કેમ નથી ખરીદતા ?. હું જીવનમાં ક્યારે એર ઇન્ડિયામાં નહીં બેસુ.
આ પણ વાંચો --- LIVE: Ahmedabad Plane Crash : અમદાવાદ આગની ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા રિપોર્ટ રજૂ