Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્લેન ક્રેશમાં મૃતકના પરિજોના DNA મેળવવા 40 અધિકારીઓને વિશેષ ફરજ સોંપાઇ

VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશની બાદથી મદદ માટે વડોદરાનું તંત્ર ખડેપગે તૈયાર, ફાયર બ્રિગેડની ટુકડી, અને બ્લડ - પ્લાઝમા મોકલાયા છે
vadodara   પ્લેન ક્રેશમાં મૃતકના પરિજોના dna મેળવવા 40 અધિકારીઓને વિશેષ ફરજ સોંપાઇ
Advertisement
  • અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર-જિલ્લાના અનેક મુસાફરોના મોત
  • મૃતકના પરિજનોના ડીએનએ મેળવવાની પ્રક્રિયામાં 40 અધિકારીઓ જોતરાયા
  • ડીએનએ મેચ થયા બાદ જ મૃતદેહની સોંપણી કરવામાં આવનાર છે

VADODARA : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ (AHMEDABAD PLANE CRASH) થતા તેમાં 270 થી વધુ મુસાફરોના મૃત્યું થયા છે. આ ઘટનામાં વડોદરામાંથી 31 જેટલા મુસાફરોના (VADODARA PASSENGER) મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે વડોદરા જિલ્લા કલેક્ટરેટ (VADODARA COLLECTOR) દ્વારા મૃતકોના પરિજનોના ડીએનએ મેળવવાની (DNA COLLECTION) કામગીરી માટે 40 અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મૃતકોના જે તે હાલતમાં મૃતદેહ મળ્યા છે, તેનું ડીએનએ અને પરિજનનું ડીએનએ મેચ કરીને ત્યાર બાદ જ તેની સોંપણી કરવામાં આવશે. મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડીએનએ મેચ થયા બાદ મૃતદેહની સોંપણી કરવામાં આવનાર છે

અમદાવાજ પ્લેન ક્રેશની ઘટનાને પગલે દુનિયાભરમાં ચકચાર મચી જવા પામી છે. લંડન માટે ઉડાન ભરેલી ફ્લાઇટ ગણતરીની સેકંડોમાં જ ક્રેશ થઇ ગઇ હતી. આ ઘટનામાં 270 થી વધુ મુસાફરોનું મૃત્યું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તે પૈકી બિનસત્તાવાર રીતે 31 મુસાફરો વડોદરા શહેર જિલ્લાના હોવાનું સપાટી પર આવ્યું છે. જો કે, સરકારી ચોપડે 20 મુસાફરોના નામો જ અત્યાર સુધી પહોંચ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશનમાં મુસાફરોના મૃતદેહોનું જે તે સ્થિતીમાં ડીએનએ મેળવવામાં આવશે. સામે મુસાફરોના પરિજનનું ડીએનએ મેળવવામાં આવશે. ડીએનએ મેચ થયા બાદ મૃતદેહની સોંપણી કરવામાં આવનાર છે.

Advertisement

મોડી રાત્રે જવાબદારી સોંપવામાં આવી

વડોદરાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લેનમાં વડોદરાના યાત્રીઓના પરિજનોના ડીએનએ મેળવવા માટે ગત રાત્રે 40 અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓને મોડી રાત્રે જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાનું વહીવટી તંત્ર અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદથી મદદ માટે ખડેપગે તૈયાર રહ્યું છે. વડોદરામાંથી ફાયર બ્રિગેડની ટુકડી, અને બ્લડ - પ્લાઝમા ની મદદ અગાઉ મોકલી આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : '5 મિનિટમાં પ્લેન ઉડશે, ફોન મુકું છું', આખરી સંવાદ અંતિમ યાદ બન્યો

Tags :
Advertisement

.

×