VADODARA : પ્લેન ક્રેશમાં હતભાગીઓ પૈકી 23 ના મૃતદેહની સોંપણી કરાઇ
- વડોદરામાં એક પછી એક પરિવારોને સ્વજનોના મૃતદેહની સોંપણી કરાઇ રહી છે
- અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર-જિલ્લાના 30 થી વધુ હતભાગીઓએ જીવ ગુમાવ્યા છે
- આજે સાંજ સુધીમાં ત્રણ હતભાગીઓની અંતિમ વિધિ હાથ ધરવામાં આવી છે
VADODARA : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટે ઉડાન ભરતા જ અમદાવાદના આઇજીપી ગ્રાઉન્ડમાં ક્રેશ (AHMEDABAD PLACE CRASH) થઇ ગઇ હતી. આ ઘટનામાં ફ્લાઇટમાં મુસાફરી કરતા 242 પૈકી 241 મુસાફરોના મૃત્યું થયા હતા. અને એક માત્ર મુસાફરનો બચાવ થયો હતો. આ ઘટનામાં વડોદરા શહેર-જિલ્લાના મળીને 30 થી વધુ મુસાફરોએ (VADODARA PASSENGER) પોતાના જીવ ગુમાવ્યા છે. આજે સાંજે 5 - 15 કાલકની સરખામણીએ 24 હતભાગી પ્રવાસીઓના ડીએનએની ઓળખ કરી લેવામાં આવી છે. તે પૈકી 23 ના મૃતદેહની પરિવારને સોંપણી કરી દેવામાં આવી છે. હાલ ચાર પ્રવાસીઓના ડીએનએના પરિણામોની રાહ જોવાઇ રહી છે. આ વચ્ચે આજે વધુ ત્રણ હતભાગીઓની તેમના પરિજનોની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી છે.
મોટી સંખ્યમાં પરિચીતો અને પરિજનો હાજર રહ્યા
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૂળ વડોદરાના અને વર્ષોથી લંડન ખાતે રહેતા કેતન શાહનું નિધન થયું હતું. આજે તેમના વડોદરા સ્થિત નિવાસે સવારે તેમનો મૃતદેહ આવી પહોંચ્યો હતો. આ તકે કેતનભાઇના પત્ની તેમના કોફિન આગળ બેભાન જેવા થઇ ગયા હતા. આ કપરી પરિસ્થિતીમાં તેમને પરિજનોએ ટેકો આપ્યો હતો. કેતનભાઇ સ્વભાવે મળતાવડા હોવાથી તેમના અંતિમ વિધિમાં મોટી સંખ્યમાં પરિચીતો અને પરિજનો હાજર રહ્યા હતા.
અઢી વર્ષની પુત્રીને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા
આ સાથે સુત્રોએ ઉમેર્યું કે, પ્લેન ક્રેશમાં હતભાગી મૂળ વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા અને લંડનમાં સ્થાયી થયેલા નેન્સીબેન પટેલ અને વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામામાં રહેતા તરલિકા બહેનને મૃતદેહ પણ કોફિનમાં પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમના પણ પરિજનોની હાજરીમાં અંતિમસંસ્કાર સંપન્ન કરવામાં આવ્યા છે. નેન્સીબેન પટેલ તેમની અઢી વર્ષની પુત્રીને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા.
4 પ્રવાસીના ડીએનએ પરિણામની રાહ જોવાઇ રહી છે
દરમિયાન વહીવટી તંત્રના સુત્રોએ જણાવ્યું કે, અમદાવાદ દુર્ઘટનામાં વડોદરાના 24 હતભાગી પ્રવાસીઓની ડીએનએ પ્રક્રીયા બાદ ઓળખ સંપન્ન થઇ છે. તે પૈકી 13 પ્રવાસીઓના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યા છે. 4 પ્રવાસીના ડીએનએ પરિણામની રાહ જોવાઇ રહી છે. જેમાં સાદીકાબાનું તપેલીવાલા, હસીનાબેન વલીભાઇ તાજુ, વસંતલાલ પેશાવરિયા, ઉષાબેન વિનોદચંદ્ર પટેલનો સમાવેશ થાય છે. ઉષાબેનના પતિ વિનોદચંદ્રભાઇના સેમ્પલ મેચ થયા છે, પણ ઉષાબેનના ના થયા હોવાથી સ્વ. વિનોદભાઇના પાર્થિવ શરીરને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો --- Ahmedabad Plane Crash : કેટલા DNA મેચ થયા? ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી, NFSU લેબ પહોંચ્યું Gujarat First