Ahmedabad Police : અમદાવાદની પોલીસ કારનો હરિયાણામાં થયો ભયંકર અકસ્માત, 3ના ઘટના સ્થળે મોત
- રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને અકસ્માત નડ્યો
- ગુનાની તપાસમાં પોલીસ કર્મીઓ લુધિયાણા જઈ રહ્યા હતા
- સ્થાનિક ACP અને અન્ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના
Ahmedabad Police : અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને અકસ્માત નડ્યો છે. જેમાં રામોલ પોલીસના પીએસઆઇ સોલંકી તથા 3 પોલીસ જવાનો પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા. ત્યારે સરકારી બોલેરોને હરિયાણાનાં ડબવાલી ખાતે અકસ્માત થતા 1 પોલીસકર્મી સહિત 3 નાં મોત થયા છે. તેમજ PSI સોલંકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.
સ્થાનિક ACP અને અન્ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના થયા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ACP અને અન્ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના થયા છે. ઘટનામાં અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી કર્મચારીઓ પંજાબ તપાસ કરવા જઈ રહ્યાં હતા તે દરમિયાન સરકારી બોલેરો કારનો અકસ્માત થયો છે. અકસ્માતમાં બોલેરો ટ્રકની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત થયો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓના ઘટના સ્થળે મોત થયા છે તથા એક પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટના સ્થળે હરિયાણા પોલીસ પહોંચી ગઇ છે અને વધુ તપાસ કરી રહી છે.
અકસ્માત હરિયાણાના ડબવાલીના પેટ્રોલ પંપ પાસે થયો
અકસ્માત હરિયાણાના ડબવાલીના પેટ્રોલ પંપ પાસે થયો હતો. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થતા પોલીસ કર્મીના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત તથા હોમગાર્ડ રવિન્દ્ર તથા ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયુ છે. તેમજ રામોલ પોલીસ મથકના PSI જે.પી.સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: Gujarat : આંદોલનકારી આરોગ્યકર્મીઓ સામે એસ્માનો કોરડો, 4 હજારથી વધુ કર્મચારી સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ