ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : અસલી 9000માં નકલી 50,000ની ચલણી નોટ, ક્રાઈમ બ્રાન્ચે એકને ઝડપ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટના રેકેટનું પર્દાફાશ કર્યું છે, અમદાવાદીએ નોઈડાથી મંગાવ્યા હતા નકલી 50000 રૂપિયા
03:53 PM Oct 04, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટના રેકેટનું પર્દાફાશ કર્યું છે, અમદાવાદીએ નોઈડાથી મંગાવ્યા હતા નકલી 50000 રૂપિયા
AhmedabadCrimeBranch

Ahmedabad, 4 ઓક્ટોબર 2025 : અમદાવાદમાં  નકલી ચલણી નોટોનો ખેલ ચાલી રહ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી. આ અંગે મળેલી બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બાન્ચે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ નકલી ચલણી નોટોનો રેકેટના મૂળ નોઈડા સુધી પહોંચેલા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના નમન નામના વ્યક્તિને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. આ અમન નામના વ્યક્તિ પાસેથી 100 રૂપિયાના દરની 373 નોટ જપ્ત કરવામાં આવી છે, જેનું મૂલ્ય 37,300 રૂપિયા થાય છે. આ બાબતે તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે, અમને આ નકલી ચલણી નોટો ઈન્ટાગ્રામ થકી નોઈડાથી મંગાવી હતી.

 

ઈન્સ્ટાગ્રામ ઉપર નકલી ચલણી નોટનો વેપલો

નોઈડાના અમન શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. તે પછી નકલી ચલણી નોટ અંગે વાતચીત થઈ હતી. 9000 રૂપિયામાં 50000 રૂપિયાની નકલી ચલણી નોટોનો સોંદો થયો હતો. તે પછી નોઈડાથી ઓનલાઈન જ નોટો મંગાવી લેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીમાં માહિતી મળી રહી છે કે, અમન ધોરણ 12 સુધી ભણેલો છે અને તેના પિતા અને બે ભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો- પ્રદેશ પ્રમુખના પદભાર સમારોહમાં CR Patil નું ભાવુક નિવેદન

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને સફળતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેને માહિતી મળી હતી કે, અમન નામના વ્યક્તિ પાસે નકલી ચલણી નોટો છે. આ માહિતી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ હતી. અમનની ધરપકડ કરવા માટે બે ટીમો બનાવીને કામગીરી ચાલું કરી હતી. પોલીસે નાના ચિલોડા નંદીગ્રામ સોસાયટીથી રીંગરોડ તરફ જતા રસ્તા પર સાબરમતી નદીના કોતર પાસેથી અમન શર્માને ઝડપી પાડવામાં આવ્યો હતો.

નોઈડામાં રહેલા આરોપીની કરાશે ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમનની ધરપકડ કર્યા પછી તાબડતોડ કાર્યવાહી કરતાં નકલી ચલણી નોટના રેકેડનો પર્દાફાશ કર્યો હતો. આના મૂળ નોઈડા સુધી ગયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોઈડામાં ચાલી રહેલા ચલણી નકલી નોટના રેકેટનું પર્દાફાશ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે, તો ઝડપાયેલા આરોપી પાસેથી વધારે માહિતી મેળવવા માટે રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમનની ધરપકડ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નોઈડાના નમનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં નકલી ચલણી નોટોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં પોલીસે એક ફાર્મહાઉસ પર રેડ કરીને નકલી નોટોની પ્રિન્ટિંગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો, જ્યાંથી 40 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. માસ્ટરમાઈન્ડ રાયમલ દરબાર ફરાર છે.

ગયા વર્ષે નવેમ્બરમાં અમદાવાદના વટવા વિસ્તારમાં એક વેરહાઉસમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર પ્રિન્ટ કરવાના રેકેટનો પર્દાફાશ થયો હતો, જ્યાં ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન વ્યવસાયી સહિત ચાર વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી હતી

આ પણ વાંચો- ખેસ કાઢી નીકળું તો સામાન્ય માણસ છું પણ મારી ઓળખ આ કેસરીયો કમળ ખેસ છે: Jagdish Vishwakarma

Tags :
#InstagramScam#NoidaRacketAhmedabadCrimeBranchfakecurrencyGujaratPolice
Next Article