Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વધુ એક જાણીતા ગાયક કલાકાર વિરુદ્ધ ફરિયાદ, 15-20 ગાડીઓ લઈ હુમલો કરવા પહોંચ્યાનો આરોપ

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા વિરૂદ્ધ ફરિયાદ વિજય સુવાડા, તેમના ભાઈ સહિત 30 થી વઘુ લોકો વિરુદ્ધ ફરિયાદ 2020 થી ચાલી રહેલા મનદુઃખને લઈ મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ ગુજરાતનાં વધુ એક જાણીતા કલાકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં ચકચાક...
ahmedabad   વધુ એક જાણીતા ગાયક કલાકાર વિરુદ્ધ ફરિયાદ  15 20 ગાડીઓ લઈ હુમલો કરવા પહોંચ્યાનો આરોપ
Advertisement
  1. જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા વિરૂદ્ધ ફરિયાદ
  2. વિજય સુવાડા, તેમના ભાઈ સહિત 30 થી વઘુ લોકો વિરુદ્ધ ફરિયાદ
  3. 2020 થી ચાલી રહેલા મનદુઃખને લઈ મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

ગુજરાતનાં વધુ એક જાણીતા કલાકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં ચકચાક મચી જવા પામી છે. ગાયક કલાકાર વિજય સુવાળા (Vijay Suwada) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વિગત સામે આવી છે. અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ પોલીસ મથકમાં એક જમીન દલાલે ગાયક કલાકાર વિજય સુવાળા, તેમના ભાઈ સહિત 30 થી વધુ લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઓઢવ પોલીસે (Odhav Police) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓનો મોરચો પાલિકા પહોંચ્યો

Advertisement

વિજય સુવાળા, તેમના ભાઈ સહિત 30થી વઘુ લોકો વિરુદ્ધ ફરિયાદ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગાયક કલાકાર વિજય સુવાળાનાં (Vijay Suwada) ફેન્સ માટે એક માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદનાં (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં એક જમીન દલાલે વિજય સુવાળા, તેમના ભાઈ સહિત 30 થી વધુ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ કરાયો છે કે વર્ષ 2020 થી ચાલી રહેલા મનદુઃખને લઈ જમીન દલાલને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપી હોવાનો આરોપ કરાયો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : શિવાનંદ આશ્રમમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, Gujarat First નાં એડિટર ડૉ. વિવેકકુમાર ભટ્ટને જગતગુરુએ સન્માનિત કર્યાં

15-20 કાર લઈ હુમલો કરવા આવ્યા હોવાનો આરોપ

ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો 15-20 જેટલી કાર લઈને તેના પર હુમલો કરવા માટે આવ્યા હતા. જો કે, આ મામલે અત્યાર સુધી ગાયક કલાકાર વિજય સુવાળાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ ઓઢવ પોલીસે (Odhav Police) આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, વિજય સુવાળા ગુજરાતનાં જાણીતા ગાયક કલાકાર છે અને અગાઉ તેઓ આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાયા બાદ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીનો (BJP) ખેસ પહેર્યો હતો.

આ પણ વાંચો - Gujarat: કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો, કેન્દ્રના નેતાઓની ગેરહાજરી

Tags :
Advertisement

.

×