Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા Ahmedabad Police એક્શનમાં! Task Force ની રચના, જાણો તેના વિશે

નિર્ભયા યોજના હેઠળ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ પર ધ્યાન રાખશે.
શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા ahmedabad police એક્શનમાં  task force ની રચના  જાણો તેના વિશે
Advertisement
  1. શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા એક્શનમાં Ahmedabad Police
  2. ઈન્ચાર્જ CP જી.એસ. મલિકે ટાસ્ક ફોર્સની રચના કરી
  3. DCP રવિ મોહન સૈનિક ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે

અમદાવાદમાં (Ahmedabad) સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ (Ahmedabad Police) એક્શન મોડમાં આવી છે. ઈન્ચાર્જ CP જી.એસ. મલિકે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ટ ફોર્સ શહેરમાં વધતા ગંભીર ગુનાઓને રોકવા માટે ખાસ આયોજન અને કામગીરી કરશે. નિર્ભયા યોજના હેઠળ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. DCP રવિ મોહન સૈનિક (DCP Ravi Mohan Sainik) આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે, જેમાં 13 સભ્યો હશે.

આ પણ વાંચો - Bopal Accident Case : રિપલ પંચાલની કરતૂત બાદ પત્નીનો લૂલો બચાવ! જુઓ શું કહ્યું ?

Advertisement

ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા 13 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના

અમદાવાદમાં છેલ્લા અમુક દિવસોથી હત્યા, મારામારી, ડ્રિંક એન્ડ ડ્રાઇવ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થયો છે. ત્યારે શહેરની કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય તે માટે શહેર પોલીસ (Ahmedabad Police) એક્શનમાં આવી છે. માહિતી અનુસાર, ઈન્ચાર્જ CP જી.એસ. મલિકે (G.S. Malik) ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેમાં 13 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો થયો. આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ DCP રવિ મોહન સૈનિક કરશે. જ્યારે ટાસ્ક ફોર્સના નોડલ ઓફિસરની જવાબદારી DCP કોમલ વ્યાસને સોંપવામાં આવી છે. હાર્દિક માકડિયા, જે.એસ. સિંઘવ, જે.પી. જાડેજા, જે. કે. ડાંગર, એમ.ડી. ચંપાવત સહિતના અધિકારીઓનો આ ટાસ્ક ફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : Bopal Accident બાદ ગૃહ રાજ્યમંત્રીની DGP સહિત ઉચ્ચ પો. અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

નિર્ભયા યોજના હેઠળ વિવિધ ટેકનોલોજીના ઉપયોગ પર આવશે ધ્યાન

અમદાવાદમાં વધતા ગુનાઓ રોકવા માટે આ ટાસ્ક ફોર્સ (Task Force) ખાસ આયોજન કરશે. ટાસ્ક ફોર્સ નિર્ભયા યોજના (Nirbhaya Scheme) હેઠળ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરશે અને ધ્યાન પણ આપશે. આ માટે શહેરનાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફોનમાં નિર્ભયા એપ્લિકેશન (Nirbhaya App.) ડાઉનલોડ કરવાનું ફરજિયાત રહેશે. તેમ અમદાવાદ ઇન્ચાર્જ CP અજય ચૌધરીએ (Ajay Chaudhary) માહિતી આપી હતી.

આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં વધુ એક ‘તથ્યકાંડ’ થતા રહી ગયો! પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

Tags :
Advertisement

.

×