Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી

ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી અને હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ક્રાઈમ બ્રાન્ચએ કાર્તિક પટેલને લઈને તપાસ તેજ કરી છે. આજે ક્રાઈમ બ્રાન્ચ તેને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જઈને ગુના અંગે તપાસ કરી હતી.
ahmedabad  ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી
Advertisement
  • ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલને સાથે રાખી કરી તપાસ
  • બે દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટથી કરી હતી ધરપકડ
  • અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં લઈને કરવામાં આવશે તપાસ

ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી અને હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ક્રાઈમ બ્રાન્ચએ કાર્તિક પટેલને લઈને તપાસ તેજ કરી છે. આજે ક્રાઈમ બ્રાન્ચ તેને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જઈને ગુના અંગે તપાસ કરી હતી.

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ મામલે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હાલ તે 10 દિવસના રિમાન્ડ પર છે. આજે પોલીસ તેને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચી હતી. ખ્યાતિ હોસ્પિટલની જે ચેમ્બરમાં બેસી કાર્તિક પટેલે કાવતરાં ઘડ્યાં હતાં ત્યાં જ આજે આરોપી તરીકે તેને લઈ જવામાં આવ્યો હતો. કાર્તિકના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોઈ, પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીને અને કાર્તિકને સાથે રાખી પૂછપરછ કરવાનો પણ નિર્ણય કર્યો છે. આરોપીઓએ કઈ રીતે ભેગા મળીને ખ્યાતિનો ખેલ પડ્યો, ક્યારે અને કઈ રીતે PMJAY કૌભાંડ શરૂ કર્યું એના ખુલાસા થશે.

Advertisement

પોતે જમીનોનો વેપાર કરી ક્લીન છબિ ધરાવવાની સાથે હોસ્પિટલના નામે રૂપિયા કમાવવાનો માસ્ટર પ્લાન કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી. જે આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે કાર્તિક પટેલની રાઉન્ડ ધ ક્લોક પૂછપરછ કરી રહી છે.

Advertisement

કાર્તિકને પોલીસવાનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

ખ્યાતિકાંડ મામલે હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઝડપાયા બાદ કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે અમદાવાદ પોલીસની ટીમે તેને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. તે જે ચેમ્બરમાં બેસી સમગ્ર કામગીરી કરતો હતો ત્યાં લઈ જવાયો હતો. કાર્તિકની ચેમ્બરની ચાવી ન મળતાં ચાવી બનાવવાવાળાને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યો હતો.

પૂછપરછમાં દોષનો ટોપલો એકબીજા પર નાખવાનો પ્રયાસ

કાર્તિક પટેલ પોલીસની પૂછપરછમાં બચતો જોવા મળી રહ્યો છે અને દોષનો ટોપલો એકબીજા પર ઢોળતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ માની રહી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં આવેલી કાર્તિક પટેલની ચેમ્બરમાં જ કાર્તિક અન્ય આરોપીઓ સાથે બેસીને વહીવટ કરતો હતો. ક્રાઈમ બ્રાંચ દ્વારા કાર્તિક પટેલની ચેમ્બરમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડનો માસ્ટરમાઇન્ડ છે કાર્તિક

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે કાર્તિક પટેલ આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હોવાની કડી મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે એ લોલીપોપ આપી ત્યારથી ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા.

મુખ્ય આરોપીઓના બંને સાગરીતને અમદાવાદ લવાશે

ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનનાં નિવેદનો અગાઉ ધરપકડ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યાં હતાં, પરંતુ હવે નાટ્યાત્મક વળાંક આ સમગ્ર તપાસમાં આવવાનો છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે અને એ માટેની તૈયારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે અને કાર્તિક પટેલ સાથે બંનેનાં નિવેદન લઈ કઈ રીતે આખું કૌભાંડ થયું હતું એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવવાની છે.

કૌભાંડનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે

ચિરાગ રાજપૂત અને કાર્તિકે ભેગા મળીને PMJAYમાં કૌભાંડ કરવા માટે આખી ગોઠવણ કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચ માની રહી છે અને તેઓ જે પણ રોકડી કરે એનો હિસાબ પગારમાં ખર્ચ બતાવવાનો આઈડિયા રાહુલ જૈને આપ્યો હોવાનું હવે સામે આવી રહ્યું છે અને આખા કૌભાંડનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે.

કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતોફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. રવિવારે (19/01/2025)એ પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ

ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ બીમાર પત્નીની સારવાર માટે 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો. 11 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં તે દુબઈ ભાગ્યો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો, પરંતુ પત્નીની તબિયત બગડતાં તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટથી તેને દબોચી લીધો હતો.

આ પણ વાંચો: Kheda: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવકે મેનેજર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા

Tags :
Advertisement

.

×