Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા

Ahmedbad Police એ શહેરમાં બનતી આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ કુલ ચાર ગુનાઓ નોંધી 8 આરોપીઓની ધરપકડ કરી છે.
બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે ahmedbad police એ 4 ગુના નોંધ્યા
Advertisement

Ahmedbad Police : ગૌવંશને બચાવવાના નામે ગુજરાતમાં લુખ્ખા તત્વો પશુ ભરેલા વાહનો રોકીને લૂંટ ચલાવતા હોવાના ઢગલાબંધ કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યાં છે. બકરી ઈદનો તહેવાર નજીક આવે ત્યારે આવી લુખ્ખા તત્વો પોતાના બદઈરાદા પાર પાડવા સક્રીય થઈ જાય છે. તાજેતરમાં જ આવા લુખ્ખા તત્વોના ટોળાએ અમદાવાદના દિલ્હી દરવાજા પાસે પશુ ભરેલા વાહનો રોકતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને બે કોમના ટોળા એકઠાં થઈ જતા પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા. Ahmedbad Police એ શહેરમાં બનતી આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ કુલ ચાર ગુનાઓ નોંધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. આવી ઘટનાઓને સહન કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવો સ્પષ્ટ સંકેત અમદાવાદ પોલીસ કમિશનર G S Malik એ Gujarat First સાથેની વાતચીતમાં આપ્યો છે.

કોણ રોકે છે પશુ ભરેલા વાહનો ?

ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો ગૌવંશને બચાવવા પોલીસનો સહકાર મેળવીને દરોડા પાડતા હતા, પરંતુ કેટલાંક વર્ષોમાં આ પ્રક્રિયા તદન બદલાઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં કતલ માટે ઉત્તર ગુજરાત, ખેડા, ધોળકા, ધંધુકા, વિરમગામ અને સુરેન્દ્રનગર તરફના ગામોમાંથી પશુઓ નિયમિત આવે છે. કતલ માટે લવાતા ભેંસ, પાડા અને પાડીની હેરફેર માટે વાહનચાલકો પાસે જે-તે પંચાયતના દાખલા પણ હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લુખ્ખા તત્વો હિન્દુત્વના નામે પશુ ભરેલા વાહનો રસ્તા વચ્ચે રોકીને લૂંટ ચલાવે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓમાં કેટલાક શખ્સોની હત્યાઓ પણ થઈ ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, માર્ચ-2023માં ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે રાજસ્થાનના જાલોર (Jalore Rajasthan) જિલ્લાના સાબીરખાન સિંધેએ ત્રણ મુસ્લિમો સામે લૂંટ ચલાવી ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તોડબાજ પત્રકાર ઓજેફ તિરમિઝી (Ojef Tirmizi), આબેદા પઠાણ (Abeda Pathan) અને આબેદાના સાથી સાબીરહુસેન શેખની પોલીસે ધરપકડ કરી હતી.

Advertisement

શાહીબાગ-દિલ્હી દરવાજા પાસે બે દિવસમાં બે ઘટના

મહેસાણાના નંદાસણ ગામેથી પાડા-પાડીને ભરીને આવતા ત્રણ વાહનોને ગત 29 મેના રોજ નિશાન બનાવી ચાંદખેડા, વિસત સર્કલ પાસેની એક ટોળકીએ ટુ વ્હીલર પર પીછો કર્યો હતો. પીછો કરનારી ટોળકીએ પાડા ભરેલી વાન પર લાકડી ફટકારતા ડ્રાઈવરે ડરના માર્યા ગાડી પરથી કાબૂ ગુમાવતા શાહીબાગ અંડરપાસ પાસે કારને ટક્કર મારી હતી. ત્રણ પાડા ભરેલું વાહન ઉભું રહેતા પીછો કરનારા શખ્સો પૈકીના એક "અહીં ગાયોની કતલ કરવા લાવો છો ?" તેમ કહીને ડ્રાઈવર પર હુમલો કરી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. જયારે બાકીના ટોળાએ પીછો કરતા ટ્રાફિકના કારણે બે ડ્રાઈવર પશુ ભરેલા વાહન દિલ્હી દરવાજા પાસે બિનવારસી મુકીને બીકના માર્યા જતા રહ્યાં હતા. પીછો કરનારી ટોળકીએ લાકડીઓના ફટકા મારી વાહનોના કાચ તોડી નાંખ્યા હતા. આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police Station) ના હે.કૉ. નરેન્દ્રકુમાર બાબુજીએ સરકાર તરફે ધરમશી દેસાઈ (રહે. ભગુભાઈની ચાલી, માધવપુરા), જૈમિન રબારી, વાલજી રબારી ઉર્ફે બોડો, વિશાલ દેસાઈ, વિક્રમ દેસાઈ, ધ્રુવ દેસાઈ (તમામ રહે. વિસત સર્કલ પાસે, ચાંદખેડા) સહિત 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે 30 મેના રોજ મોડી રાતે ફરીથી ચાંદખેડાવાળી ટોળકીએ ઝુંડાલ સર્કલથી બે પાડા ભરેલી ગાડીનો પીછો કર્યો હતો. દિલ્હી દરવાજા પાસે ટ્રાફિકના કારણે ગાડી ધીમી પડતા લુખ્ખા તત્વોએ લાકડીઓ ફટકારી કાચ તોડી કાઢ્યા હતા. દરમિયાનમાં લોકોના ટોળા એકઠાં થતાં ભયનો માહોલ પેદા થઈ ગયો હતો. પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટો કાફલો દિલ્હી દરવાજા પાસે ખડકી દેવાયો હતો.

Advertisement

Ahmedabad_Police_in_action_two_FIR_six_anti-social_elements_arrest_by_Madhuvpura_Police

માધવપુરા પોલીસે કરી કાર્યવાહી

માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે બે ફરિયાદ નોંધવામાં આવી છે. નંદાસણ તરફથી પાડા-પાડી ભરેલા વાહનોનો પીછો કરી, ભય ફેલાવી તેમજ લૂંટ ચલાવનારી ચાંદખેડાની ટોળકી સામે ગુના નોંધવામાં આવ્યા છે. માધવપુરાના પીઆઈ પી. કે. ગોહિલે (PI P K Gohil) જણાવ્યું છે કે, ગત 29 તારીખની ઘટનાના કેસમાં ધરમશી માલજીભાઈ દેસાઈ (રહે. ભગુભાઈની ચાલી, માધવપુરા), જૈમિન ગાંડાભાઈ રબારી, વાલજી ગાંડાભાઈ રબારી ઉર્ફે બોડો, વિશાલ લલ્લુભાઈ દેસાઈ, વિક્રમ બાબરભાઈ દેસાઈ અને ધ્રુવ જયરામભાઈ દેસાઈ (તમામ રહે. વિસત સર્કલ પાસે, ચાંદખેડા) ની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે તેમજ ગુનામાં વપરાયેલા ટુ વ્હીલરો કબજે લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ કરોડોના રોકાણની વાતો કરી વિધવા મહિલાનો આર્થિક-શારીરિક ગેરફાયદો ઉઠાવનાર ઠગ ઝડપાયો

Ahmedabad_Police_in_action_two_FIR_two_anti-social_elements_arrest_by_Narol_Police

નારોલ પોલીસે બેને પકડ્યા, અન્ય કેસના આરોપી ફરાર

ખેડા જિલ્લામાંથી 7 પાડા ભરીને અમદાવાદ જુહાપુરા તરફ આવતા પીકઅપ ડાલાને નારોલ-પીપળજ પીરાણા દેવ હૉટલ ચાર રસ્તા પાસે બે શખ્સોએ રોક્યો હતો. પીકઅપ ડાલામાં શું ભર્યું છે ? તેમ પૂછતા ડ્રાઈવર શોહીલ મલેકે કુરબાનીના પાડા છે તેમ કહેતા એક શખ્સ ડ્રાઈવર સીટ પર બેસી જઈ ગાડી પીપળજ તરફ લઈને નાસી ગયો હતો. અન્ય શખ્સે શોહીલ મલેકનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આ ઘટનાની જાણ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ (Ahmedabad Police Control Room) ને થતાં નારોલ પોલીસ દોડી આવી હતી અને તપાસ કરતાં પાડા ભરેલી ગાડી બીનવારસી મળી હતી. આ મામલામાં સંડોવાયેલા અનિલ માતમભાઈ ભરવાડ અને અતુલ કનુભાઈ ભરવાડ (બંને રહે. પીપળજ ગામ) સામે Narol Police એ ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે અસલાલી ઑવરબ્રિજ પર 30 તારીખની સમી સાંજે રોંગ સાઈડમાં આવેલી 1111 નંબરવાળી ફોર્ડ કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ પશુ ભરેલા વાહન લઈને જતા ચાલકને માર મારી વાહનનો કાચ તોડી નાંખ્યો હતો. નારોલ પોલીસ આ કેસમાં ફરાર આરોપીઓની ઓળખ મેળવવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad CP મલિકે શહેરના બદમાશ પોલીસવાળાઓને સુધારવાનો રસ્તો શોધી કાઢ્યો

Tags :
Advertisement

.

×