ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કરોડોની લેવડદેવડમાં થયેલી બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ Ahmedabad Police એ કલાકોમાં ઉકેલી તમામની કરી ધરપકડ

દિશાવિહીન કેસનો ભેદ ઉકેલવા ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે DCP અને ACP એ રાતનો ઉજાગરો કરી સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણી અને ત્રણ હત્યારાઓને 24 કલાકમાં જ ઝડપી લીધા.
06:11 PM Sep 15, 2025 IST | Bankim Patel
દિશાવિહીન કેસનો ભેદ ઉકેલવા ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે DCP અને ACP એ રાતનો ઉજાગરો કરી સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણી અને ત્રણ હત્યારાઓને 24 કલાકમાં જ ઝડપી લીધા.
Ahnedabad_City_Police_solved_Himmat_Rudani_murder_case_Builder_Mansukh_Lakhani_alias_Builder_Manu_Jackie_arrested_by_Odhav_Police_Gujarat_First

અમદાવાદના પાલડી વિસ્તારમાં થયેલી ક્રૂર હત્યાના પડઘા શાંત પડ્યા ન હતા ત્યાં તો Ahmedabad Police માટે એક વધુ હત્યા કેસનો ભેદ ઉકેલવાની નોબત આવી ગઈ. ઓઢવ પોલીસ મથકની હદમાં વિરાટનગર બ્રિજ નીચે લકઝુરિયસ કારની ડીકીમાંથી બિલ્ડર હિંમતભાઈ રૂડાણી (Builder Himmat Rudani) ની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. દિશાવિહીન કેસનો ભેદ ઉકેલવા ત્રણ-ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે DCP અને ACP એ રાતનો ઉજાગરો કરી સોપારી આપનારા બિલ્ડર મનસુખ લાખાણી અને ત્રણ હત્યારાઓને 24 કલાકમાં જ ઝડપી લીધા. પોલીસ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી ? વાંચો આ અહેવાલ...

ઉપરાછાપરી હત્યાઓએ Ahmedabad Police ને દોડાવી

અમદાવાદના પાલડી વિસ્તારમાં નૈશલ ઠાકોરની ગત શુક્રવારની વહેલી પરોઢ પહેલાં ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી ઘટના બાદ Paldi Police સહિત શહેર પોલીસની એજન્સીઓ આરોપીઓ સુધી પહોંચવા મથામણ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં શનિવારની મોડી રાતે પૂર્વ અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચેથી મર્સિડીઝ કારની ડીકીમાંથી બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસમાં થયેલી બે હત્યાની ઘટનાઓએ વિપક્ષ/વિરોધીઓને આરોપ લગાવવા મોકો આપ્યો હતો. બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ગુનાઓનો ભેદ ઉકેલવા તેમજ આરોપીઓ ઝબ્બે કરવા પ્રયત્નશીલ હતી.

Ahmedabad Police નો સીસીટીવી કેમરો કામ આવ્યો

ડી.વી.ડેવલોપર્સના નામથી કન્સ્ટ્રકશન બિઝનેસ કરતા ધવલ રૂડાણી ગુમ થયેલા પિતા હિંમતભાઈને શોધવા નીકળતા તેમને પાર્ક કરાયેલી કારની ડીકીમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણ રાતે દસેક વાગે ઓઢવ પોલીસને થતાં પીઆઈ પી.એન.ઝિંઝુવાડીયા (PI P N Zinzuvadiya) સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાનમાં ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ (Jitendra Agarwal) અને એસીપી કૃણાલ દેસાઈ (Krunal Desai) પણ ઘટના સ્થળે પહોંચી ગયા. એક તરફ FSL Team ની કામગીરી પૂર્ણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી Odhav Police એ અજણ્યા શખ્સો સામે હત્યા કેસ નોંધ્યો હતો. દરમિયાન ઓઢવની સાથે નિકોલ અને રામોલ પોલીસની બીજી ટીમો આસપાસના વિસ્તારના સીસીટીવી કેમરાના સંખ્યાબંધ ફૂટેજ તપાસવામાં લાગી ગઈ. Ahmedabad Police એ લગાવેલા એક સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યોએ તપાસ ટીમને આરોપીઓનું પગેરૂં આપ્યું.

આ પણ વાંચો - એક વર્ષમાં 16 ગણા રૂપિયાની લાલચ આપી ઠગાઈ કરનારા Zahir Rana સામે 22 વર્ષ બાદ GPID હેઠળ કાર્યવાહી

બાઈક માલિક મળ્યો અને હત્યારાઓ સુધી પોલીસ પહોંચી

અમદાવાદ શહેર પોલીસના સીસીટીવી કેમેરા (CCTV Camera Ahmedabad Police) પૈકી એક કેમેરામાં મર્સિડીઝ કાર પાર્ક કરવા આવેલા બે શખ્સો એક બાઈક પર ત્રણ સવારી જતાં કેદ થયાં હતાં. આ ત્રણેય શખ્સો જે બાઈક પર જઈ રહ્યાં હતાં તેના રજીસ્ટ્રેશન નંબરના આધારે મધરાત બાદ બાઈક માલિક સુધી પોલીસની ટીમ પહોંચી. બાઈક મિત્ર રાહુલ લઈ ગયો હોવાની જાણકારી મળતા પોલીસ ટીમે રાહુલનું પૂરૂં નામ, ફોટો અને મોબાઈલ નંબર મેળવી લીધો. મોબાઈલ નંબર પોલીસ પાસે આવતાની સાથે ટેકનિકલ ટીમની કામગીરી શરૂ થઈ અને તેનું લૉકેશન મળ્યું ગુજરાત-રાજસ્થાન ની સરહદ નજીકનું. શકમંદ આરોપીને ઝડપી લેવા DCP Jitendra Agarwal એ બનાસકાંઠા એસપી પ્રશાંત શુંબેનો મધરાત બાદ સંપર્ક કર્યો અને બનાસકાંઠા જિલ્લા પોલીસની મદદથી એક સગીર સહિત ત્રણ શકમંદોને ઝડપી લેવાયા. પોલીસે હત્યા મામલે પૂછપરછ કરતા હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને સગીર આરોપીએ વટાણા વેરી દીધાં.

આ પણ વાંચો - અમદાવાદના ગુંડાએ પીઆઈની પિસ્તૉલ છીનવવા પ્રયાસ કરતા Sangram Sikarwar ને પગમાં ગોળી વાગી

"હજી તે કંઈ કર્યું નથી" તે શબ્દો બોલવા બિલ્ડર લાખાણીને ભારે પડ્યા

કરોડો રૂપિયાની લેવડદેવડમાં એક સમયના ભાગીદાર બિલ્ડર હિંમત રૂડાણી અને બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી (Builder Mansukh Lakhani alias Manu Jackie) વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. એક વર્ષ અગાઉ મનસુખ લાખાણીએ તેની કન્સ્ટ્રકશન સાઈટના સિક્યુરિટી ગાર્ડ હિમાંશુ ઉર્ફે રાહુલને 50 હજાર રૂપિયા આપી હાથપગ તોડી નાંખવા કહ્યું હતું. હત્યાના પાંચેક દિવસ અગાઉ મનસુખે હિમાંશુ ઉર્ફે રાહુલને ફોન કરીને "હજી તે કંઈ કર્યું નથી" તેમ કહેતા હત્યાનો પ્લાન નક્કી થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મનસુખ લાખાણીએ 1 કરોડ રૂપિયા અને મકાન આપવાની ઑફર કરતાં રાહુલ રાઠોડે તેના બે મિત્રો સાથે મળીને હિંમતભાઈ રૂડાણીની રેકી શરૂ કરી હતી. ગત શનિવારે બપોરે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ (Shree Saurashtra Patel Sewa Samaj Nikol) ની નિર્માણાધીન બિલ્ડીંગના પાર્કિંગમાં હિંમતભાઈ પહોંચ્યા તે સમયે ત્રણેય હત્યારાઓએ તેમની હત્યા કરી લાશને કારની ડીકીમાં નાંખી વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કાર મુકીને બસમાં ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો - Trump એ મોદીને મિત્ર ગણાવ્યા તો EUને ભારત પર 100% ટેરિફની કરી અપીલ : મિત્ર કે દુશ્મન?

Tags :
Ahmedabad PoliceBankim PatelBuilder Himmat RudaniBuilder Mansukh Lakhani alias Manu JackieCCTV Camera Ahmedabad PoliceDCP Jitendra AgarwalGujarat FirstKrunal DesaiPI P N ZinzuvadiyaShree Saurashtra Patel Sewa Samaj Nikol
Next Article