ત્યાં તેનું મોત થયું છે. ગોમતીપુર પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી અને ફરાર આરોપીને શોધવા પોલીસે અલગ-અલગ ટીમો પણ બનાવી છે. હાલ મૃતક યુવકના પરિજનોની પૂછપરછ કરાઈ રહી છે.
ગોમતીપુર વિસ્તારમાં હત્યાનો બનાવ
ગોમતીપુર વિસ્તારમાં આવેલ ચારતોડા કબ્રસ્તાન પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય વાદવિવાદ એટલો ઉગ્ર બની ગયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
આ દરમિયાન હુમલાખોરોએ ઉશ્કેરાઈને એક યુવક પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ચાકુના સળંગ અને ગંભીર ઘા વાગવાને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. તો ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
બોલાચાલી બાદ યુવકની કરપીણ હત્યા
આ ઘટનાની જાણ થતાં જ ગોમતીપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને ઘટનાના સાક્ષીઓની પૂછપરછ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ જૂની અદાવત અથવા કોઈ તાત્કાલિક થયેલી બોલાચાલીનું પરિણામ હોઈ શકે છે. હત્યાની આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Amreli ના સાવરકુંડલામાં 5 કલાક પાણીમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્કયું, મેઘતાંડવ વચ્ચે તંત્ર અને સ્થાનિકોની સફળ જંગ