ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: YMCA કલબથી SP રિંગ રોડ તરફ પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

અમદાવાદમાં YMCA ક્લબથી SP રિંગ રોડના રસ્તે ગત રોજ રાત્રિનાં સુમારે અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત શખ્સે અકસ્માત કર્યાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.
04:00 PM Jan 14, 2025 IST | PIYUSHSINH SOLANKI
અમદાવાદમાં YMCA ક્લબથી SP રિંગ રોડના રસ્તે ગત રોજ રાત્રિનાં સુમારે અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત શખ્સે અકસ્માત કર્યાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં YMCA ક્લબથી SP રિંગ રોડના રસ્તે ગત રોજ રાત્રિનાં સુમારે અકસ્માત સર્જાયો હતો. દારૂના નશામાં ધૂત શખ્સે અકસ્માત કર્યાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે

અમદાવાદમાં YMCA ક્લબથી એસપી રિંગ રોડ તરફ અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાનો આક્ષેપ થયો હતો. તેમજ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માત કરનાર પોલીસ કર્મચારી હોવાનો આક્ષેપ થયો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મોડી રાત્રે અકસ્માત કરીને કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો.

શંખેશ્વરના જહાજ મંદિર પાસે બની ઘટના

બીજો એક અકસ્માત પાટણ જિલ્લાનાં શંખેશ્વર ખાતે થયો હતો. માહિતી મુજબ આ ઘટના શંખેશ્વરના જહાજ મંદિર પાસે બની હતી, જ્યાં પુર ઝડપે આવતી સ્કોર્પિઓ કાર રોંગ સાઈડ પર પડેલી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે અથડાઇ અને કાર ટેમ્પો ટ્રાવેલ્સ સાથે અથડાતા હવામાં ફંગોળાઈ હતી અને ફંગોળાઈને તે ટેમ્પો ટ્રાવેલ્સના બોનેટ પર ચડી ગઈ. મંદિરે આવેલા લોકોમાં આ ઘટનાને લીધે નાસભાગ થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

મૃતકો શંખેશ્વરના રહેવાસી

કાર હવામાં ફંગોળાતા કારચાલકે મંદિરે આવેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની રેફરલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે 2 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્ત લોકો તમામ શંખેશ્વરના રહેવાસી હોવાની વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો કરનાર પાંચ આરોપીઓની ધરપકડ

Tags :
AccidentAhmedabadCar DriverCCTV cameraslate at nightPolice-officerSP ring road.YMCA Club
Next Article