Ahmedabad રેલવે ડિવિઝનનો આધુનિક અભિગમ, રૂ.25 કરોડના ખર્ચે તૈયાર થશે હાઈટેક કંટ્રોલ રૂમ
- Ahmedabad રેલવે ડિવિઝન દ્વારા 25 કરોડના ખર્ચે હાઈટેક કંટ્રોલ રૂમ તૈયાર કરાશે!
- 1 જૂન 2026 સુધીમાં રેલવેના આધુનિક કંટ્રોલ રૂમની કામગીરી થશે પૂર્ણ
- 250 પેસેન્જર અને 450 માલગાડીઓનું હવે કરી શકાશે લાઈવ ટ્રેકિંગ
- 10 જિલ્લામાં ફેલાયેલા 1350 KM ના રેલવે ટ્રેક પર રખાશે રિયલ ટાઈમ નજર
- તમામ વિભાગોના કર્મચારીઓ એક જ સ્થળે બેસી ટ્રેનોનું કરશે સચોટ સંચાલન
- રેલવેની સુરક્ષા અને સમયપાલન વધારવા આધુનિક ટેકનોલોજીનો કરાશે ઉપયોગ
Ahmedabad: ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે (Western Railway) ઝોન હેઠળ આવતા અમદાવાદ રેલવે ડિવિઝન (Ahmedabad Railway Division) દ્વારા રેલવેના પરિચાલનને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજિત 25 કરોડ રૂપિયાના ખર્ચે ડિવિઝનલ ઓફિસ ખાતે એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ (Control Room) તૈયાર કરવામાં આવશે, જે રેલવેની કાર્યક્ષમતામાં મોટો વધારો કરશે.
Ahmedabad: 24 કલાક રિયલ ટાઈમ ટ્રેકિંગ
આ નવો કંટ્રોલ રૂમ લેટેસ્ટ ટેકનોલોજી (Modern Technology) થી સજ્જ હશે, જેના દ્વારા અમદાવાદ ડિવિઝન હેઠળ દોડતી અંદાજે 250 પેસેન્જર ટ્રેનો (Passenger Trains) અને 450 જેટલી માલગાડીઓ (ગુડ્સ ટ્રેન) નું લાઈવ ટ્રેકિંગ (Live Tracking) કરી શકાશે. આ સિસ્ટમ દ્વારા ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા 10 જિલ્લાઓના કુલ 1350 કિમી લાંબા રેલવે ટ્રેક પર ટ્રેનોની ગતિ અને લોકેશનનું રિયલ ટાઈમ મોનિટરિંગ (Real Time Monitoring) શક્ય બનશે.
તમામ વિભાગો એક જ છત નીચે
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે કંટ્રોલ રૂમ તૈયાર થતા જ રેલવેના તમામ મહત્વના વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ એક જ સ્થળે બેસીને સંકલન કરી શકશે. તેનાથી કટોકટીના સમયે અથવા ટ્રેનોના વિલંબના કિસ્સામાં ઝડપથી નિર્ણય લઈ શકાશે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત (24/7 Operations) રહેશે, જે મુસાફરોની સુરક્ષા અને ટ્રેનોના સમયપાલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. તંત્રના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની કામગીરી 1 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: વેજલપુરમાં ગૌવંશની હત્યા કરનાર 3 પકડાયા, રૂ. 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત
youtube.com/watch?v=2AH9dsJBb1s&feature=youtu.be


