Ahmedabad Rain: સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ, વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ
- Ahmedabad Rain: સાબરમતી નદીનું લેવલ 127 ફૂટ પર પહોંચ્યું
- વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા
- ધરોઈ ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
Ahmedabad Rain: અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. જેમાં સાબરમતી નદીનો વોક વે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સાબરમતી નદીનું લેવલ 127 ફૂટ પર પહોંચ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજના 3થી 29 નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાણી જ પાણી
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાણી જ પાણી છે. જેમાં હાટકેશ્વર વિસ્તારના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ઘૂટણસમા પાણી ભરાયા છે .વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ અમદાવાદના મણિનગર જવાહર ચોક રોડ પર પાણી ભરાયું છે. તેમજ સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
Ahmedabad Rain: નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું
નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે. રોડ પર પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. શહેરમાં ભારે વરસાદની આજની આગાહી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં દાણીલીમડા, શાહઆલમ, ગીતામંદિર વિસ્તારમાં અવિરત વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.
રોડ બેટમાં ફેરવાયા હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા
મણીનગર વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. જેમાં રોડ બેટમાં ફેરવાયા હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ છે. તેમજ સાબરમતી નદી બે કાંઠે થઇ છે. તથા સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના બોપલમાં વરસાદના કારણે દિવાલ પડી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક દુર્ઘટના બની છે. તેમાં કન્સ્ટ્રકશન સાઈટ પર દિવાલ ધસી પડતા મોટો ખાડો પડ્યો છે. સરસ્વતી હોસ્પિટલની અડીને આવેલ દિવાલ ધસી પડી છે. સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગમાં રહેલ ત્રણ વાહનો નીચે પડ્યા હતા. જેમાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો વિવિધ ડેમની શું છે સ્થિતિ