Ahmedabad RathYatra 2026 : સ્માર્ટ પોલીસિંગ, ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને AI ટેકનોલોજીનો ઉપયોગ
થયાત્રા પર્વને (Ahmedabad RathYatra 2026) ધ્યાનમાં રાખીને તે દિવસે 31 હજાર જેટલા પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. રથયાત્રામાં ઉચ્ચ અધિકારી જેમ કે 10 IG, 42 DCP, 88 ACP તૈનાત રહેશે. જ્યારે 800 થી વધુ PI ને પણ જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત, મિલેટ્રી અને પેરામિલ્ટ્રીની ટીમોને પણ રથયાત્રામાં જવાબદારી આપવામાં આવી છે. માહિતી અનુસાર, 59 નાકા પોઇન્ટ બનાવ્યા છે, જ્યાં ચેકિંગ કરવામાં આવશે.
Advertisement
Ahmedabad RathYatra 2026 : અમદાવાદમાં 16 મી જુલાઈના રોજ એટલે કે ગુરુવારે જમાલપુરના જગન્નાથ મંદિરથી (Jagannath Temple) ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન કરશે. ત્યારે રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો આ દિવસનો આતુરતાથી રાહ જોતા હોય છે. રથયાત્રામાં ભગવાનની એક ઝલક જોવા માટે દેશ-વિદેશથી લોકો અમદાવાદ આવતા હોય છે. ત્યારે આ રથયાત્રાનો પર્વ શાંતિ અને સુરક્ષિત રીતે ઊજવાય તે માટે અમદાવાદનું પોલીસ તંત્ર (Ahmedabad Police), ફાયર વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશન (AMC) સહિતના મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાની સુરક્ષાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

