Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચી લો આ સમાચાર, રેલવે વિભાગનો મોટો નિર્ણય!

અમદાવાદ જંકશન પર ઊભી રહેતી 19 ટ્રેનને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાશે.
ahmedabad   ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા વાંચી લો આ સમાચાર  રેલવે વિભાગનો મોટો નિર્ણય
Advertisement
  1. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ રેલવે વિભાગનો મોટો ફેરફાર (Ahmedabad)
  2. 5 જુલાઈથી 70 દિવસ સુધી અમદાવાદ રેલવે વિભાગનું મેગા બ્લોક
  3. નવજીવન, ગુજરાત સહિતની 6 ટ્રેન મણિનગર, વટવા, અસારવા શિફ્ટ કરાશે
  4. પ્લેટફોર્મ નંબર 6 થી 8 પર કામગીરીને પગલે રેલવે વિભાગ દ્વારા ફેરફાર કરાયો

Ahmedabad : રેલવે સ્ટેશનનાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રેલવે વિભાગ (Railway Department) દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે હેઠળ 5 જુલાઈથી 70 દિવસ સુધી અમદાવાદ રેલવે વિભાગનું મેગા બ્લોક રહેશે. આથી, નવજીવન, ગુજરાત સહિતની 6 ટ્રેન મણિનગર, વટવા, અસારવા રેલવે સ્ટેશન (Asarwa Railway Stations) ખાતે શિફ્ટ કરાશે. જ્યારે, અમદાવાદ જંકશન પર ઊભી રહેતી 19 ટ્રેનને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાશે.

આ પણ વાંચો - Vadodara : એરપોર્ટ પર એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને રોકવાની ફરજ પડી, કારણ ચોંકાવનારું!

Advertisement

5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી 70 દિવસનો મેગા બ્લોક

અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશનને અત્યાધુનિક અને વધુ સુવિધાજનક બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે છેલ્લા ઘણા દિવસોથી રિડેવલપમેન્ટની કામગીરી (Kalupur Railway Station Redevelopment) ચાલી રહી છે. ત્યારે હવે કાલુપુર રેલવે સ્ટેશન પરનાં પ્લેટફોર્મ નંબર 6 થી 8 પર રિડેવલપમેન્ટ કામગીરીને પગલે રેલવે વિભાગ દ્વારા મોટો ફેરફાર કરાયો છે. આ બંને પ્લેટફોર્મ પર 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી 70 દિવસનો રેલવે વિભાગ દ્વારા મેગા બ્લોક (Mega Block) નો નિર્ણય કરાયો છે. આથી, હવે નવજીવન, ગુજરાત સહિતની 6 ટ્રેન મણિનગર (Maninagar), વટવા અને અસારવા રેલવે સ્ટેશન ખાતે શિફ્ટ કરાશે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : દહેગામ તાલુકામાં ગોઝારો અકસ્માત, ટ્રકની અડફેટે બે આશાસ્પદ યુવકના મોત

અમદાવાદ જંકશન પર ઊભી રહેતી 19 ટ્રેનનો સાબરમતી ખાતે સ્ટોપેજ

માહિતી અનુસાર, મેગા બ્લોકને પગલે અમદાવાદ સ્ટેશનથી ઊપડતી કે આવતી 6 ટ્રેનને આ દિવસો દરમિયાન મણિનગર, વટવા અને અસારવા રેલવે સ્ટેશન પર શિફ્ટ કરાશે. જ્યારે એ જ રીતે અમદાવાદ સ્ટેશન પર ઊભી રહેતી 19 જેટલી ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન (Sabarmati Railway Station) ખાતે સ્ટોપેજ આપવામાં આવશે.

આ પણ વાંચો - Bhavnagar : બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ, અનેક પક્ષીઓનાં મોત

Tags :
Advertisement

.

×