ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ CWG 2030 માટે તૈયાર : AMC 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે શહેરને સ્પોર્ટ્સ હબ બનાવશે

CWG 2030 : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં અમદાવાદને 2030ના કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની મળ્યા બાદ શહેરમાં તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, શહેરને વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવાની દિશામાં મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે.
06:58 PM Nov 27, 2025 IST | Mujahid Tunvar
CWG 2030 : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં અમદાવાદને 2030ના કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની મળ્યા બાદ શહેરમાં તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે, શહેરને વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવાની દિશામાં મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે.

CWG 2030 : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં અમદાવાદને 2030ના કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની યજમાની મળ્યા બાદ શહેરમાં તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગભાઈ દાણીએ જણાવ્યું કે, શહેરને વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવાની દિશામાં મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. આમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ અને 27 પ્લે ગ્રાઉન્ડ્સની વ્યવસ્થા સામેલ છે, જેના પાછળ અંદાજિત 1,135 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

દેવાંગભાઈ દાણીએ કહ્યું, "અમદાવાદને CWG 2030ની યજમાની મળી છે, જે શહેરને સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરશે. અમારી તૈયારીઓ પારદર્શક અને ટકાઉ છે, જેમાં નવા કોમ્પ્લેક્સ અને હાલની સુવિધાઓનો સમાવેશ થાય છે. આગામી 100 વર્ષ માટેનું માળખું તૈયાર કરીએ છીએ." આ નિવેદનમાં તેમણે નારેન્દ્ર મોદી સ્ટેડિયમ, વીર સાવરકાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ જેવી હાલની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો, જે આંતરરાષ્ટ્રીય માપદંડને પૂર્ણ કરે છે.

એએમસી દ્વારા શહેરના વિવિધ ઝોનમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ ચાલુ છે, જેમાં પૂર્વ ઝોનમાં 1 (ખર્ચ 40 કરોડ), ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 (42 કરોડ), મધ્ય ઝોનમાં 1 (10 કરોડ), પશ્ચિમ ઝોનમાં 4 (296 કરોડ), દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 (42 કરોડ), દક્ષિણ ઝોનમાં 1 (33 કરોડ) અને ઉત્તર ઝોનમાં 1 (45 કરોડ) કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. આ કુલ 11 કોમ્પ્લેક્સ પાછળ 1,106 કરોડનો અંદાજ છે, જેમાં વાસ્ત્રાલમાં 52 કરોડનું નવું કોમ્પ્લેક્સ પણ સામેલ છે. આ ઉપરાંત, એએમસી સંચાલિત વિવિધ વોર્ડમાં 48 જિમ્નેશિયમ, 6 સ્કેટિંગ રિંક, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ અને 5 રિક્રિએશન સેન્ટર સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારવામાં આવી રહી છે.

ઝોન વાઈઝ પ્લે ગ્રાઉન્ડ્સની વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી છે, જેમાં પૂર્વ ઝોનમાં 5, ઉત્તર પશ્ચિમમાં 3, પશ્ચિમમાં 7, દક્ષિણમાં 2, દક્ષિણ પશ્ચિમમાં 3 અને ઉત્તરમાં 7 ગ્રાઉન્ડ્સનો સમાવેશ થાય છે. કુલ 27 પ્લે ગ્રાઉન્ડ્સ પાછળ 29 કરોડનો ખર્ચ અંદાજિત છે. આ તમામ કાર્યો CWG 2030 માટે શહેરને તૈયાર કરવા અને 2036 ઓલિમ્પિક્સની તૈયારીના ભાગરૂપે થઈ રહ્યા છે.

CWG 2030, જેને 'અમદાવાદ 2030' તરીકે બ્રાન્ડ કરાયું છે, ઓક્ટોબર 2030માં યોજાશે અને તેમાં 15થી 17 સ્પોર્ટ્સનો સમાવેશ થશે, જેમાં T20 ક્રિકેટ પણ વિચારણા હેઠળ છે. આ ઘટના ભારતને 2010ના દિલ્હી CWG પછી બીજી વખત યજમાન બનાવશે અને શહેરમાં રોજગાર, પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન આપશે. એએમસીના આ પ્રયાસોથી અમદાવાદ આશિયાનું સ્પોર્ટ્સ કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેમાં વીર સાવરકાર કોમ્પ્લેક્સમાં 3,000 એથ્લીટ્સ માટે વિલેજ પણ બનશે.

આ પણ વાંચો-Mehsana: દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર, જાણો કેવી રીતે? 

Tags :
Ahmedabad CWG 2030Ahmedabad NewsAMCcommonwealth gamesdevang daniDinesh DaniGujarat SportsSports City
Next Article