Ahmedabad : Khyati Hospital માં Gujarat First નું રિયાલિટી ચેક, થયાં ચોંકાવનારા ખુલાસા!
- Khyati Hospital માં Gujarat First નું રિયાલિટી ચેક (Ahmedabad)
- દર્દીઓથી ધમધમતી હોસ્પિટલમાં ઊડી રહ્યા છે કાગડા!
- ગુજરાત ફર્સ્ટ પાસે હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબોનું લિસ્ટ
- NSUI નાં કાર્યકરો હોસ્પિટલને તાળાબંધી કરવા પહોંચ્યા
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલનું 'કુખ્યાત કારસ્તાન' જાહેર થયા બાદ હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સાથે અનેક નવા ખુલાસા પણ સામે આવ્યા છે. એક સમયે દર્દીઓથી ધમધમતી ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital) હાલ કાગડા ઊડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેકમાં ખ્યાતિ હોસ્પિટલનાં તબીબોનું લિસ્ટ પણ મળ્યું છે. બીજી તરફ અમદાવાદમાં NSUI દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Khyati Hospital : ચોંકાવનારા ખુલાસા! એન્જિયોગ્રાફી બિનજરૂરી હતી, યોજનાનો લાભ લેવા સ્ટેન્ડ મૂક્યું!
Ahmedabad: Khyati Hospital ના સંચાલકો પર વધી ભીંસ | Gujarat First@CMOGuj @irushikeshpatel @Dwivedi_D #Gujarat #KhyatiHospital #PMJAY #AyushmanBharat #HealthScheme #Angioplasty #gujaratfirst pic.twitter.com/9sA4HC5gym
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
દર્દીઓથી ધમધમતી હોસ્પિટલમાં ઊડી રહ્યા છે કાગડા!
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલનાં રિયાલિટી ચેક (Reality Check) માટે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી હતી. હાલ, હોસ્પિટલમાં કોઈ દર્દીઓ કે તબીબો નથી દેખાઈ રહ્યા. બે દર્દીઓનાં મોત બાદ અન્ય દર્દીઓ ડિસ્ચાર્જ લઈને નીકળી ગયા હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે, એક સમયે દર્દીઓથી ધમધમતી હોસ્પિટલ હાલ સૂમસામ છે. માત્ર પોલીસ જવાનો અને સ્ટાફ સિવાય હોસ્પિટલમાં લગભગ કોઈ નહીં. ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેકમાં (Gujarat First Reality Check) એવી પણ ચોંકાવનારી વિગત સામે આવી છે કે ખ્યાતિ હોસ્પિટલ સાથે 25 થી વધુ તબીબો સંકળાયેલા હતા.
આ પણ વાંચો - VADODARA : અંજના હોસ્પિટલ શંકાના ઘેરામાં, "ખ્યાતિ" જેવું કૌભાંડ ખુલી શકે છે
Ahmedabad: Khyati Hospital ના કાંડમાં NSUI મેદાને | Gujarat First@nsui #ahmedabad #NSUIProtest #AhmedabadNews #HospitalLockdown #PoliceIntervention #MedicalNegligence #StudentProtest #HealthcareJustice #gujarartfirst pic.twitter.com/EaG4razuck
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
ગુજરાત ફર્સ્ટ પાસે તબીબોનું લિસ્ટ, NSUI નું વિરોધ પ્રદર્શન
ગુજરાત ફર્સ્ટનાં રિયાલિટી ચેકમાં (Gujarat First Reality Check) ખ્યાતિ હોસ્પિટલનાં તબીબોનું લિસ્ટ મળ્યું છે, જેમાં 25 કરતા પણ વધુ તબીબો હોસ્પિટલ (Khyati Hospital) સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જો કે, હવે સવાલ છે કે આ તબીબો અંગે તપાસ થશે કે કેમ ? બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલનાં કાંડમાં NSUI મેદાને આવ્યું છે. અમદાવાદમાં NSUI દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. NSUI ના કાર્યકરો હોસ્પિટલને તાળાબંધી કરવા પહોંચ્યા હતા. દરમિયાન, પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં MICA નાં વિદ્યાર્થીની હત્યા પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે