Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ખ્યાતિ' બાદ જાણીતી 'સ્ટર્લિંગ હોસ્પિટલ' વિવાદમાં! દર્દીનાં પરિવારજનો એ Gujarat First નો માન્યો આભાર

આ મામલે Gujarat First દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને પીડિત પરિવારે સમગ્ર આપવીતી વર્ણવી હતી.
 ખ્યાતિ  બાદ જાણીતી  સ્ટર્લિંગ હોસ્પિટલ  વિવાદમાં  દર્દીનાં પરિવારજનો એ gujarat first નો માન્યો આભાર
Advertisement
  1. Gujarat First એ ફરી એકવાર નિભાવી સામાજિક જવાબદારી (Ahmedabad)
  2. સ્ટર્લિંગ હોસ્પિટલનાં સંચાલકોની શાન ઠેકાણે લાવી
  3. સ્ટર્લિંગ હોસ્પિટલમાં પુષ્પાબેન દરજી નામનાં મહિલાનું મોત નીપજયું હતું
  4. બિલની ચૂકવણી ન થાય ત્યાં સુધી પરિવારને મૃતદેહ આપવાનો ઇન્કાર કર્યો

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ' બાદ વધુ એક જાણીતી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. મેમનગરની (Memnagar) સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકનાં પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલે પહેલા રૂ.1.65 લાખનું બિલ આપી મૃતકનાં અંગદાનની વાત કરી હતી. થોડા સમય બાદ તબીબની મુલાકાત પછી અંગ કામમાં નહીં આવે તેમ કહીને બિલમાં વધુ રૂ.23 હજારનો ઉમેરો કર્યો હતો. પરિવારજનોએ વિરોધ કરતા 'બિલ ભરો તો જ મૃતદેહ આપીશું' તેવી વાત કરી હતી. આ સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા અહેવાલ રજૂ કર્યા બાદ હોસ્પિટલ સત્તાધીશોની શાન ઠેકાણે આવી હતી. પીડિત પરિવારજનોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - Ahmedabad Police: પોલીસ બેડામાં હડકંપ! એક સાથે 13 પોલીસકર્મીની અન્ય જિલ્લાઓમાં બદલી

Advertisement

દર્દીનાં મોત થયા બાદ પરિવારને આપ્યું રૂ.1 લાખ 65 હજારનું બિલ

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદનાં (Ahmedabad) મેમનગર વિસ્તારમાં આવેલી જાણીતી સટર્લિંગ હોસ્પિટલમાં (Sterling Hospital) 72 વર્ષીય પુષ્પાબેન દરજીને સારવાર અર્થે દાખલ કરાયા હતા. જો કે, સારવાર દરમિયાન પુષ્પાબેનનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાનાં પરિવારજનોનો આરોપ છે કે, મહિલાનાં મોત બાદ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા રૂ.1.65 લાખનું બિલ આપવામાં આવ્યું હતું અને દર્દીનું બ્રેન ડેડ થયા બાદ અંગદાનની વાત કરાઈ હતી. જો કે, દિવસ દરમિયાન અન્ય તબીબોની મુલાકાત બાદ સંચાલકોએ દર્દીનું કોઇ અંગ કામ નહીં આવે તેવું કહીને નવું બિલ આપ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ ક્યારે પકડાશે ? લોકોમાં અનેક સવાલ

બિલની ચુકવણી ન થાય ત્યાં સુધી મૃતદેહ આપવાનો ઇન્કાર કર્યો

નવા બિલમાં રૂ.23 બજારનો વધારો કરવામાં આવ્યો હતો. આથી, પરિવારજનોએ આનો વિરોધ કરતા હોસ્પિટલ તંત્રે બિલની ચુકવણી ન થાય ત્યાં સુધી પરિવારને મૃતદેહ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને પીડિત પરિવારે ગુજરાત ફર્સ્ટને સમગ્ર આપવીતી વર્ણવી હતી. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલ બાદ મોંઘેરી હોસ્પિટલનાં સત્તાધીશોની શાન ઠેકાણે આવી હતી અને હોસ્પિટલ તંત્ર પરિજનોને મૃતદેહ આપવા તૈયાર થયો હતો. મૃતદેહ મળતા જ મૃતક મહિલાનાં પુત્ર અને સગાઓએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - Valsad : મંદિરમાં અભિષેક કરતી વેળાએ અચાનક ઢળી પડ્યો શખ્સ અને થયું મોત!

Tags :
Advertisement

.

×