Ahmedabad : આજે રેસિડેન્ટ ડોક્ટરો એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પર, જાણો શું છે કારણ ?
- ફરી એકવાર રાજ્યનાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર
- મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓની એક દિવસ પ્રતિકાત્મક હડતાળ
- સવારે 6 થી સાંજે 6 સુધી ડોક્ટરો કામગીરીથી અળગા રહેશે
- પ. બંગાળમાં ડોક્ટરોની હડતાળને સમર્થન આપશે
અમદાવાદ (Ahmedabad) અને રાજ્ય સહિત દેશભરમાં મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર હડતાળ પર ઉતરવાની તૈયારી કરી છે. રેસિડેન્ટ ડોક્ટરો (Resident Doctors) આજે એક દિવસ માટે હડતાળ પર ઉતરશે અને પશ્ચિમ બંગાળમાં ભૂખ હડતાળ પર રહેલા ડોક્ટર્સનું સમર્થન કરશે. આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ડોક્ટર્સ કામગીરીથી અળગા રહેશે.
આ પણ વાંચો - ‘શહેરમાં સબ સલામત, ગુનાઓમાં જંગી ઘટાડો થયો’ Ahmedabad Police Commissioner જીએસ મલિકે કર્યો દાવો
મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક હડતાળ
પશ્ચિમ બંગાળમાં (West Bengal) ઇન્ટર્ન ડોકટર પર દુષ્કર્મ કેસનાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. કોલકાતામાં 8 ઓગસ્ટની મોડી રાત્રે RG કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક ટ્રેની ડૉક્ટર સાથે દુષ્કર્મ (Kolkata doctor rape case) બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ પર ઉતરીને ઊગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે આજે ગુજરાતનાં અમદાવાદમાં (Ahmedabad) મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ પશ્ચિમ બંગાળમાં ભૂખ હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોને સમર્થન આપવા માટે એક દિવસ માટે પ્રતિકાત્મક હડતાળ પર ઉતરશે.
આ પણ વાંચો - Chhotaudepur: અણધાર્યા વરસાદના કારણે ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રો બન્યા ચિંતાતુર
- ફરી એકવાર રાજ્યનાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર
- મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓની એક દિવસ પ્રતિકાત્મક હડતાળ
- સવારે 6 થી સાંજે 6 સુધી ડોક્ટરો કામગીરીથી અળગા રહેશે
- પ. બંગાળમાં ડોક્ટરોની હડતાળને સમર્થન આપશે#Ahmedabad #Kolkatadoctorrapecase #ResidentDoctors #GujaratFirst— Gujarat First (@GujaratFirst) October 15, 2024
આજે સવારે 6 વાગ્યથી સાંજના 6 વાગ્યા સુધી હડતાળ
માહિતી મુજબ, આજે સવારે 6 વાગ્યથી સાંજના 6 વાગ્યા સુધી મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓ એક દિવસથી પ્રતિકાત્મક હડતાળ પર ઉતરશે અને કામકાજથી અળગા રહેશે. જણાવી દઈએ કે, આ પહેલા પણ અમદાવાદ, વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot) સહિતનાં જિલ્લાઓમાં રેસિડેન્ટ્સ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા અને પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ કેસના આરોપીઓને કડક સજાની માગ સાથે રાજ્ય સરકાર સામે આનંદોન કરી બાય ચઢાવનાર ડોક્ટર્સનું સમર્થન કર્યું હતું.
આ પણ વાંચો - Jetpur: માનવતા મરી પરવારી! દુર્ગંધ અને કીડા પડેલ હાલતમાં મળી આવ્યો મૃતદેહ