Ahmedabad Fake Dollar: રાજ્યમાં નકલીની ભરમાર! આ લોકો છાપી રહ્યા હતા ઓસ્ટ્રેલિયન કરન્સી
- ગૂગલ પર સર્ચ કરી Dollar છાપવાનું ચાલુ કર્યું
- ઓસ્ટ્રેલિયન કરન્સી છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો
- વટવા વિસ્તારમાં રેડ કરીને આરોપીઓને રંગે હાથ ઝડપ્યાં
Ahmedabad Fake Dollar: ગુજરાતે હવે નકલી નકલીમાં માઝા મૂકી દીધી છે. નકલી બાબતે ઠગબાજોએ કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નથી. ઠગબાજો હવે ભારતીય નહી પણ વિદેશી નોટની બનાવટી નોટ છાપીને ઇન્ટરનેશનલ ફ્રોડ કરવા તરફ આગળ વધી રહ્યા છે. અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વટવા વિસ્તારમાં રેડ કરીને રંગે હાથ ઓસ્ટ્રેલિયન કરન્સી છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કિસ્સામાં Sog પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. રસપ્રદ બાબત એ છે કે, ઓસ્ટ્રેલિયન બનાવટી નોટ છાપવા માટેના માસ્ટરમાઈન્ડ મૌલિક પટેલ નામનો શખ્સ પોતે છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે.
Ahmedabad Fake Dollar : ગૂગલ પર સર્ચ કરી Dollar છાપવાનું ચાલુ કર્યું અને ત્યાં તો... | Gujarat First
DCP, SOG ક્રાઈમ બાતમીના આધારે ઓસ્ટ્રેલિયન ડોલર 40 રૂ.માં વેચતા હતા. 119 નંગ ઓસ્ટ્રેલિયન ડોલર જપ્ત કર્યા 4 આરોપીની ધરપકડ કરી હતી.#FakeCurrencyRacket #AustralianDollarScam… pic.twitter.com/3JalIFGQF2
— Gujarat First (@GujaratFirst) November 28, 2024
ચાલુ પ્રિન્ટિંગ કામે SOG ક્રાઇમ બ્રાન્ચે પાડ્યા દરોડા
નોંધનીય છે કે, વધુ પૈસા કમાવવાની લાલચે તેને પોતાના મિત્ર ધ્રુવ દેસાઈ નામના યુવક સાથે મળીને ઓસ્ટ્રેલિયામાં ચાલતી કરન્સીની ફેક નોટ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો. ધ્રુવે વટવા વિસ્તાર સ્થિત પોતાના પ્રિન્ટિંગ કેસમાં બનાવટી નોટનું છાપ કામ કર્યું હતું. અમદાવાદ 50 ડોલરની નોટ રૂપિયા 2700 જેટલી થાય છે, જેને 2 હજારથી 2500 રૂપિયા કિંમતમાં વેચાણ કરવાના હતાં. SOG ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંદર્ભે પ્રિન્ટિંગ પ્રેસમાં પહોંચી ત્યારે ત્યાં બનાવટી નોટનું પ્રિન્ટિંગ કામ ચાલી રહ્યું હતું.
બનાવટી નોટનો માસ્ટર માઈન્ડ એટલે મૌલિક પટેલ
Sog ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા વેજલપુર વિસ્તારમાંથી રોનક ચેતનભાઇ રાઠોડ નામના યુવકને 50 ડોલર મૂલ્યની 119 નોટ સાથે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા ખુશ પટેલ નામના યુવકનું નામ સામે આવ્યું, જેને આ નોટ રોનકને આપી હતી. ખુશની પૂછપરછ કરતા મૌલિક પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું, જે બનાવટી નોટ મામલે માસ્ટર માઈન્ડ છે. મૌલિક પટેલ નામના મુખ્ય આરોપીની પૂછપરછ કરતા કેટલીક મહત્વની અને ચોકાવનારી વિગતો સામે આવી મૌલિકે પોતાના મિત્ર ધ્રુવ દેસાઈ સાથે મળીને તેના પ્રિન્ટિંગ પ્રેસમાં નોટ છાપી હતી.
આ પણ વાંચો: Surat: હવસખોર પિતરાઈ ભાઈએ બગાડ્યો બહેનનો ભવ, બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ અને પછી...
131 જેટલી બનાવટી ઓસ્ટ્રેલિયન કરન્સીની નોટ મળી આવી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વધુ પૈસા કમાવવાની લાલચે મૌલિકે ઓસ્ટ્રેલિયન કરન્સી ની બનાવટી નોટ છાપવાનું આયોજન કર્યું હતું, મૌલિક પોતે 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે, જ્યાં તેને MBA નો અભ્યાસ કર્યો છે. પોલીસે તપાસ કરતા અત્યાર સુધી કુલ 131 જેટલી બનાવટી ઓસ્ટ્રેલિયન કરન્સીની નોટ મળી આવી છે, જેની ભારતીય કિંમત રૂપિયા 3,60,000 જેટલી થાય છે. મૌલિક અને ધ્રુવે નોટ છાપ્યા બાદ રોનક અને ખુશનો સંપર્ક કર્યો હતો, જે બંને 5 ટકાના કમિશન સાથે અમદાવાદમાં નોટનો વહીવટ કરવાના હતા.
આ પણ વાંચો: Gujarat First ના અહેવાલની દમદાર અસર! ઈલેક્ટ્રોથર્મના ગૌચરમાં દબાણ મામલે તમાસના આદેશ
11 લાખમાં નોટ છાપવા માટે પ્રિન્ટિંગ મશીનની ખરીદ્યું હતું
સૌથી મહત્વની બાબત એ છે કે, મૌલિક અને ધ્રુવે પહેલીવાર જ નોટ છાપી હતી, કે લોકો સુધી પહોંચે એ પહેલા જ નોટ અને આરોપીની ધરપકડ કરી લીધી. તપાસ દરમિયાન એ પણ હકીકત સામે આવી છે કે, મૌલિકે ગાંધીનગરમાં પ્રિન્ટિંગ એક્સપોર્ટની મુલાકાત લીધી હતી ત્યાંથી ₹11 લાખમાં ખાસ બનાવટી નોટ છાપવા માટે પ્રિન્ટિંગ મશીનની ખરીદી કરી હતી. મૌલિકે પોતાના મિત્ર ધ્રુવ સાથે મળી ગુગલ પર ઓસ્ટ્રેલિયામાં ચાલતી કરન્સી અંગે રીસર્ચ કરી, બારીકાઈથી તમામ માહિતી મેળવી નોટ છાપી હતી.
આ પણ વાંચો: BZ GROUP Expose: કરોડોનો ચૂનો લગાવનારો BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરારઃ સૂત્રો
રોકડ રકમ સહીત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયામાં જ અભ્યાસ કરીને MBA ની ડિગ્રી મેળવી હતી. ધ્રુવ બાયોટેક સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે રોનક અને ખુશ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે. ધ્રુવ દેસાઈ નામના યુવકે અન્ય કોઈ વ્યક્તિને બનાવટી નોટ છાપવાની માહિતી ન જાય, એટલા માટે પોતાના પિતાને પણ ખોટી માહિતી આપી હતી અને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં એક ઇવેન્ટના પાસનું પ્રિન્ટિંગનું કામ મળ્યું હોવાની ખોટી હકીકત જણાવી હતી . પોલીસે આરોપી સહિત પ્રિન્ટિંગ મશીન, ઉપરાંત રોકડ રકમ સહીત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સતીશ આ રેકેટ પાછળ અન્ય કોઈ નો હાથ છે કે કેમ? ઓસ્ટ્રેલિયામાં અગાઉ બનાવટી કરન્સી મોકલાવેલ છે કે કેમ વગેરે બાબતોને લઈને તપાસ હાથ ધરી છે.