Ahmedabad: સાઉથ બોપલના VIP રોડ પર નશેડીએ એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી
- અમદાવાદમાં સાઉથ બોપલના VIP રોડ પર નશેડી બેફામ
- બોપલમાં નશેડી કારચાલકની એક્ટિવાચાલક મહિલાને ટક્કર
- બેફામ નશેડીએ PI ગઢવી તરીકે ઓળખ આપી જમાવ્યો રોફ
- વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના PI ગઢવી તરીકે ઓળખ આપી
અમદાવાદ (Ahmedabad)ના સાઉથ બોપલ (South Bopal)-વીઆઈપી રોડ (VIP Road) પર કાર ચાલક દ્વારા બેફામ કાર ચલાવી એક્ટિવા ચાલક મહિલાને ટક્કર (Hit the woman) મારતા મહિલા ઈજાગ્રસ્ત થવા પામી હતી. અકસ્માત (opal Accident) સર્જ્યા બાદ ફરાર થાય તે પહેલા સ્થાનિકો તેને પકડી પાડી ગાડીમાંથી બહાર કાઢ્યો હતો. કાર ચાલક દ્વારા સ્થાનિકોને પીઆઈ તરીકેની ઓળખાણ આપી હોવાનું જાણા મળી રહ્યું છે. તેમજ પીઆઈ તરીકે રોફ જમાવી સ્થાનિકોને અપશબ્દો પણ કાર ચાલક દ્વારા બોલવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સાઉથ બોપલના VIP રોડ પર નશેડી બેફામ
બોપલમાં નશેડી કારચાલકની એક્ટિવાચાલક મહિલાને ટક્કર
બેફામ નશેડીએ PI ગઢવી તરીકે ઓળખ આપી જમાવ્યો રોફ
સ્થાનિકોએ નશેડીને પકડ્યો તો PI તરીકેની આપી ઓળખ
વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના PI ગઢવી તરીકે ઓળખ આપી
તપાસ કરતા માલૂમ પડ્યું કે છાણીમાં PI… pic.twitter.com/EpwlpvjWUq— Gujarat First (@GujaratFirst) May 30, 2025
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કાર ચાલક ફૂલ નશાની (Car driver drunk) હાલતમાં છે. તેમજ તેને ઉભા રહેવાના પણ હોશ નથી. કાર ચાલક દ્વારા સ્થાનિકોને પીઆઈ ગઢવી તરીકેની ઓળખાણ આપી હતી. પરંતું ત્યાર બાદ તપાસ કરવામાં આવતા વડોદરાના છાણી પોલીસ સ્ટેશન (Bopal Police Station)માં કોઈ પીઆઈ ગઢવી છે જ નહી. સ્થાનિકો દ્વારા આ અકસ્માત બાબતે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી હતી. અકસ્માત (Accident)માં મહિલાને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એક્ટિવા ચાલક મહિલાનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
નશામાં ધૂત કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા હતા
વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં આવેલી ESI રોડ પર નશામાં ધૂત કાર ચાલકે (DRINK AND DRIVE) ચાર વાહનોને અડફેટે (CAR ACCIDENT) લીધા છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા છે. અને અકસ્માત સર્જનાર કાર ચાલક તથા અન્ય કાર સવારની અટકાયત કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે. કાર માંથી શંકાસ્પદ ટીન-બોટલ મળી આવી હોવાનું સ્થાનિકોનું મીડિયાને કહેવું છે. આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન્હતી. કાર ચાલક અને સવારને બોલવાના પણ હોશ ના હોવાનું સ્થાનિકોએ ઉમેર્યું છે. આ ઘટનામાં બંનેની અટકાયત કરીને પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જોતા વડોદરામાં ધોળે દ્હાડે અમદાવાદના તથ્યકાંડ વાળી થતા રહી ગઇ હોવાનો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે.
બંને પોતાનું મોઢું સંતાડતા નજરે પડ્યા
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઇએસઆઇ રોડ પર આવેલી એસબીઆઇ બેંક પાસે આજે સવારે મોટી દુર્ઘટના થતા રહી ગઇ છે. સવાર સવારમાં 10 વાગ્યા આરસામાં નશામાં ધૂત કાર ચાલકે બેકાબુ બનીને એક પછી એક ચાર વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા નબીરાને દબોચી લીધા હતા. કારમાંથી શંકાસ્પદ ટીન અને બોટલ મળી આવ્યા હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને બંનેને વધુ કાર્યવાહી અર્થે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. પોલીસ વાનમાં બેઠેલા બંને પોતાનું મોઢું સંતાડતા નજરે પડ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાની ના થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કારના આગળના ભાગને મોટું નુકશાન પહોંચ્યું છે.
આ પણ વાંચોઃVADODARA : શહેરમાં પાણી વિતરણ માટે ગાયકવાડી સમયની 'ચાવી' આજે પણ કારગર
અમારી એક્ટીવા પાછળથી ઉંચી થઇ ગઇ
સ્થાનિકનું કહેવું છે કે, નબીરા દ્વારા નશાની હાલતમાં ચાર વાહનોને અડફેટે લીધા છે. તેમણે ટેમ્પો, રીક્ષા અને એક્ટિવાને અડફેટે લીધા છે. કારમાંથી શંકાસ્પદ બોટલ મળી આવી છે. તેઓ ફૂલ નશાની હાલતમાં છે. ઇજાગ્રસ્તે મીડિયાને કહ્યું કે, અમે ઉભા હતા. તેણે ફૂલ સ્પીડમાં ટર્ન માર્યા વગર જ કારથી અકસ્માત સર્જ્યો હતો. અમારી એક્ટીવા પાછળથી ઉંચી થઇ ગઇ તેવી ટક્કર મારી હતી.
આ પણ વાંચોઃ VADODARA : સાવલીમાં SMC ના દરોડા, રૂ. 39 લાખનો વિદેશી દારૂ જપ્ત, 19 વોન્ટેડ