Ahmedabad : સ્પીડની મજા બની મોતની સજા ; BMW બાઈક ચાલકની 163 સ્પીડથી થઈ ટક્કર, જૂઓ વીડિયો
- Ahmedabad : 163 કિમી સ્પીડે દોડતી BMW બાઈક BRTS રેલિંગ સાથે અથડાઈ: આર્કિટેક્ટ પાર્થ કલાલનું મોત
- GMDC પાસે ભયાનક અકસ્માત : ઓવર-સ્પીડનો ભોગ બન્યો યુવક, હાથના થયા ટુકડે ટુકડા
- પાર્થ કલાલનું દર્દનાક મોત : 163ની સ્પીડે બાઈક રેલિંગ સાથે અથડામણ
- અમદાવાદમાં રાત્રીનો રફ્તાર : યુવકનો જીવ ગયો
Ahmedabad : અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસે આવેલા BRTS રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી BMW મોટરસાઈકલ રેલિંગ સાથે અથડાઈ અને ચાલક ઘટનાસ્થળથી 100 મીટર દૂર ઉછળીને પડ્યો હતો. આ દરમિયાન બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં મૃત્યું નિપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ પાર્થ કલાલ (ઉં. આશરે 28-30) તરીકે થઈ છે, જે વ્યવસાયે આર્કિટેક્ટ હતા અને શહેરમાં રહેતા હતા.
પોલીસના પ્રારંભિક તપાસ અનુસાર, પાર્થ પોતાની BMW S1000RR સુપરબાઈક પર રાત્રે 12 વાગ્યા પછી GMDC તરફથી આવતા હતા. બાઈકની સ્પીડ એટલી બેફામ હતી કે તે 163 કિમી/કલાક સુધી પહોંચી ગઈ હતી. બાઈક ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતાં વાહન BRTSની લોખંડની રેલિંગ સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે પાર્થનો મૃતદેહ અકસ્માત સ્થળથી લગભગ 100 મીટર દૂર ફંગોળાયો હતો અને તેના બંને હાથ શરીરથી અલગ થઈ ગયા હતા.
ઘટના બાદ પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. સાયલેન્ટ પોલીસ સ્ટેશનની ટીમ અને FSLના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું. બાઈકના ડેશબોર્ડમાંથી મળેલા ડેટા અને રોડ પરના સ્કીડ માર્ક્સથી સ્પીડ 163 કિમી/કલાક હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતે ફરી એકવાર અમદાવાદમાં સુપરબાઈક્સની રેસિંગ અને ઓવર-સ્પીડિંગની સમસ્યાને ચર્ચામાં લાવી દીધી છે. તાજેતરમાં પણ શહેરમાં આવી જ રીતે બેફામ ઝડપે થયેલા અકસ્માતોમાં અનેક યુવાનોના જીવ ગયા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ખાસ કરીને રાત્રે હાઈ-સ્પીડ વાહનો ચલાવતી વખતે હેલ્મેટ અને સલામતીના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ પણ વાંચો- Bhavnagar : જગતના તાતની આવી હાલત! વાવેલા પાકને નષ્ટ કરી નાખ્યો