Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : IIM કેમ્પસની હોસ્ટેલમાં 24 વર્ષીય વિધાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત

અમદાવાદમાં (Ahmedabad) IIM કેમ્પસની હોસ્ટેલમાં વિધાર્થીનો આપઘાત ગળે ફાંસો ખાઈ 24 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું વિદ્યાર્થીનાં આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ મૃતક વિદ્યાર્થી તેલંગાણાનાં વારંગલનો રહેવાસી અમદાવાદમાં (Ahmedabad) IIM કેમ્પસની હોસ્ટેલમાં વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની...
ahmedabad   iim કેમ્પસની હોસ્ટેલમાં 24 વર્ષીય વિધાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત
  1. અમદાવાદમાં (Ahmedabad) IIM કેમ્પસની હોસ્ટેલમાં વિધાર્થીનો આપઘાત
  2. ગળે ફાંસો ખાઈ 24 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું
  3. વિદ્યાર્થીનાં આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ
  4. મૃતક વિદ્યાર્થી તેલંગાણાનાં વારંગલનો રહેવાસી

અમદાવાદમાં (Ahmedabad) IIM કેમ્પસની હોસ્ટેલમાં વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના બની છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતા 24 વર્ષનાં વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : તમિલનાડુ પાસિંગની મુસાફરોથી ભરેલી બસ નાળામાં ખાબકી, 8 તરવૈયાઓને લઈ રેસ્ક્યૂ કરવા ગયેલી ટ્રક પણ ફસાઈ

IIM કેમ્પસની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદનાં (Ahmedabad) IIM કેમ્પસની હોસ્ટેલમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીઓ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના સમાચાર વહેતા થયા હતા. હોસ્ટેલનાં વહીવટી તંત્ર દ્વારા આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - Patan : ખરેખર..! HNGU કેમ્પસમાં કુલપતિનાં નિવાસ્થાન પાસેથી મળી વિદેશી દારૂની બોટલો!

Advertisement

મૃતક તેલંગાણા રાજ્યનાં વારંગલનો રહેવાસી હતો

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક વિદ્યાર્થીની ઓળખ તેલંગાણા (Telangana) રાજ્યનાં વારંગલનાં અક્ષિત ભૂખિયા તરીકે થઈ છે. અક્ષિત 24 વર્ષનો હતો અને બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જો કે, વિદ્યાર્થીએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, પોલીસ દ્વારા વિદ્યાર્થીનાં મૃતદેહને PM અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મૃતક વિદ્યાર્થીનાં પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે IIM અમદાવાદનાં અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : વકફ સંશોધન બિલ માટે રચાયેલ JCP આવતીકાલે ગુજરાતમાં, કરશે આ મહત્ત્વનું કામ!

Tags :
Advertisement

.