ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : સુભાષબ્રિજ બંધ થતા વાડજ સર્કલ પર વાહનોની કતારો જામી, ખુદ પો. કમિશનરે કર્યું નિરીક્ષણ

અમદાવાદનો સુભાષબ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ જતાં તેનાં ટેસ્ટિંગ અને નિરીક્ષણની કામગીરી માટે 15 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ પરથી અવરજવર બંધ થઈ જતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વાડજ સર્કલ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવા ખૂદ પોલીસ કમિશનર જી. એસ. મલિક આજે પહોંચ્યા હતા અને સૂચનો આપ્યા હતા.
07:07 PM Dec 08, 2025 IST | Vipul Sen
અમદાવાદનો સુભાષબ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ જતાં તેનાં ટેસ્ટિંગ અને નિરીક્ષણની કામગીરી માટે 15 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ પરથી અવરજવર બંધ થઈ જતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વાડજ સર્કલ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવા ખૂદ પોલીસ કમિશનર જી. એસ. મલિક આજે પહોંચ્યા હતા અને સૂચનો આપ્યા હતા.
SubhashBridge_Gujarat_first
  1. Ahmedabad નાં વાડજ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા
  2. સુભાષબ્રિજ બંધ કરાતા અન્ય રૂટ પર અપાયું છે ડાયવર્ઝન
  3. ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા પોલીસ કમિશનર
  4. CP અને ટ્રાફિક DCP એ ટ્રાફિક નિયમન અંગે નિરીક્ષણ કર્યું
  5. ટ્રાફિક પોલીસમાં નવા 250 પોલીસકર્મીઓનાં ઓર્ડર થશે: CP

Ahmedabad : અમદાવાદનો જૂના અને જાણીતા બ્રિજ પૈકીનો એક એવો સુભાષબ્રિજ (Subhash Bridge) ક્ષતિગ્રસ્ત થઈ જતાં તેનાં ટેસ્ટિંગ અને નિરીક્ષણની કામગીરી માટે 15 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. સુભાષબ્રિજ અમદાવાદનાં વ્યસ્ત બ્રિજ પૈકીનો એક છે. આ બ્રિજ પરથી અવરજવર બંધ થઈ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ બ્રિજ બંધ થતાં વાડજ વિસ્તારમાં (Vadaj) ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આથી, ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવા ખૂદ પોલીસ કમિશનર જી. એસ. મલિક (G. S. Malik) પહોંચ્યા હતા અને ટ્રાફિક સરળ બનાવવા માટે સૂચનો આપ્યા હતા.

Ahmedabad પો. કમિશનરે વાડજ સર્કલ પર ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કર્યું

અમદાવાદમાં (Ahmedabad) વ્યસ્ત એવા સુભાષબ્રિજ પર તિરાડ પડતા 15 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. AMC નાં એક્સપર્ટ્સ-તપાસ એજન્સીઓ દ્વારા બ્રિજનાં ટેસ્ટિંગ અને નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આથી, બ્રિજ પરથી હાલ વાહનોની અવરજવર બંધ કરાઈ છે અને અન્ય રૂટ પર ડાયવર્ઝન અપાયું છે, જેનાં કારણે વાડજ સર્કલ ખાતે ટ્રાફિકની ભારે સમસ્યા (Vadaj Traffic Problem) સર્જાય છે. વાહનોની લાંબી લાઇન હોવા મળે છે આથી, નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે, ટ્રાફિક નિયમનનું નિરીક્ષણ કરવા ખુદ પોલીસ કમિશનર જી. એસ. મલિક આજે ત્યાં પહોંચ્યા હતા. ટ્રાફિક DCP સહિતનાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરે ટ્રાફિક સરળ બનાવવા માટે કેટલાક જરૂરી સૂચનો આપ્યા હતા.

આ પણ વાંચો - Porbandar: હોસ્પિટલના પ્રિઝન વૉર્ડમાં કેદીએ એસિડ ગગટાવ્યું, પછી જે થયુ...!

વાડજ બ્રિજ બનાવવા માટે મૂકાયેલા બેરિકેડ દૂર કરાશે: CP

મીડિયા સાથે વાત કરતા પોલીસ કમિશનર જી. એસ. મલિકે કહ્યું કે, સુભાષબ્રિજ (Subhash Bridge) બંધ થતા અહીં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. પરંતુ, વાડજ સર્કલ પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે. અહીં, ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ચાલુ છે, અમે અધિકારીઓને સૂચના આપી છે. વાડજ બ્રિજ બનાવવા માટે મૂકાયેલા બેરિકેડ દૂર કરાશે. આ સાથે ટ્રાફિક પોલીસમાં નવા 250 પોલીસકર્મીઓનાં ઓર્ડર થશે, જેમને ટ્રાફિક નિયમનની કામગીરીની જવાબદારી સોંપવામાં આવશે. આથી, ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થઈ શકશે.

આ પણ વાંચો - Rajkumar Jat Case : ગોંડલ રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ક્યાં થશે? જાણો

Tags :
AhmedabadAhmedabad Police Commissioner G.S. MalikAhmedabad TrafficAhmedabad Traffic PoliceAMCGUJARAT FIRST NEWSSubhash BridgeTop Gujarati NewsTraffic DCPVadaj BridgeVadaj Traffic Problem
Next Article