Ahmedabad:ચાણક્યપુરીમાં બુટલેગરોનો આતંક, તલવાર-દંડાથી કર્યો હુમલો
- અમદાવાદના ચાણક્યપુરીમાં બુટલેગરોનો આતંક
- શિવમ આર્કેડમાં ભાડાના મકાનમાં રહેતા બુટલેગરનો આતંક
- અમદાવાદમાં આસામાજિક તત્વો બેફામ
- ચાણક્યપૂરીમાં અસામાજિક તત્વોનો આતંક
Ahmedabad:અમદાવાદના ચાણક્યપુરી(Chanakyapuri)માં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શિવમ આર્કેડમાં દારૂ પીધેલ હાલતમાં શખ્સે આતંક મચાવ્યો છે. શખ્સ નશામાં હોવાથી સ્થાનોરોએ પકડતા હોબાળો મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં (ShivamArcad)અસામાજિક તત્વો ઘમાલ મચાવતા સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી અને હુમલો કર્યો હતો.
ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો
શિવમ આર્કેડમાં ફ્લેટમાં દારૂની મહેફીલ માણયા બાદ અસમાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. દારૂ પીધેલા શખ્સોને સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી. આ શખ્સોને સિક્યુરિટી અને ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો હતો. શિવમ આર્કેડમાં નશો કરેલા શખ્સોને રોકતા આ શખ્સોએ અન્ય વ્યક્તિઓને ફોન કરી બોલાવ્યા હતા. થોડા જ સમયમાં 25-30 શખ્સો તલવાર અને દંડા વડે ફ્લેટ પર આવી હુમલો કર્યો.
અમદાવાદના ચાણક્યપુરીમાં બુટલેગરોનો આતંક
શિવમ આર્કેડમાં ભાડાના મકાનમાં રહેતા બુટલેગરનો આતંક@GujaratPolice @AhmedabadPolice #Gujarat #Ahmedabad #Chanakyapuri #ShivamArcade #Crime #GujaratFirst pic.twitter.com/AijoPpg2Ec— Gujarat First (@GujaratFirst) September 29, 2024
ફ્લેટમાંથી પોલીસે દારૂની બોટલો કબજે કરી
શિવમ આર્કેડમાં અસામાજિક તતવોએ થોડા દિવસ પહેલા ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ શખ્સોએ ફ્લેટમાં પહેલા તો દારૂની મહેફિલ માણી અને બાદમા ફ્લેટના કમિટી મેમ્બર, સિક્યુરિટી સહિતના લોકો પર બહારથી અન્ય શખ્સોને બોલાવી હુમલો કર્યો હતો. હાલ તો પોલીસે ફ્લેટમાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મહિલાઓનો શહેર પોલીસ પર ગંભીર આક્ષેપ
આ શખ્સોએ લોકો પર હુમલો કર્યો આતંક મચાવતા આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ફ્લેટમાંથી દારૂની બોટલો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ફ્લેટની મહિલાઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાઓએ જણાવ્યું કે, અનેકવાર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પરંતુ યોગ્ય જવાબ ન મળ્યો. કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ 30 મિનિટ પછી પોલીસ સ્થળ પર આવી હતી. ફ્લેટના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, હુમલો કરનાર શખ્સોએ થોડા દિવસો પહેલા જ ફ્લેટ ભાડે રાખ્યો હતો.