Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સાબરમતી જેલમાં ATSએ સોંપેલા આતંકી અહેમદને મર્ડરના આરોપીઓએ માર્યો માર

Ahmedabad :  અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ-સિક્યોરિટી બેરેકમાં આજે સવારે 7 વાગ્યે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગત રોજ ગુજરાત ATS દ્વારા પકડીને જેલમાં સોંપવામાં આવેલા આતંકવાદી અહેમદને ત્રણ કાચા કામના કેદીઓએ બેરેકમાં જ ઘેરી લઈને બેફામ માર માર્યો હતો. આ ઘટનાથી જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે.
ahmedabad   સાબરમતી જેલમાં atsએ સોંપેલા આતંકી અહેમદને મર્ડરના આરોપીઓએ માર્યો માર
Advertisement
  • Ahmedabad : સાબરમતી જેલમાં ATSના આતંકી અહેમદને ત્રણ કેદીઓએ માર્યો મુઢ માર
  • હાઈ-સિક્યોરિટી જેલમાં ખુલ્લેઆમ મારામારી : આતંકી અહેમદને બે મર્ડર + POCSO આરોપીઓએ માર્યો
  • અમદાવાદ જેલમાં ખળભળાટ : નવા આવેલા આતંકીને ત્રણ કાચા કામના કેદીઓએ ફટકાર્યો
  • સાબરમતી જેલમાં બ્લડી મોર્નિંગ : આતંકવાદી અહેમદ પર હુમલો, ત્રણ આરોપીઓ સામે FIR
  • જેલની સુરક્ષા પર સવાલ : ATSએ સોંપેલા આતંકીને જ જેલમાં માર મારનારા ત્રણ કેદીઓ પકડાયા!

Ahmedabad :  અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ-સિક્યોરિટી બેરેકમાં આજે સવારે 7 વાગ્યે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગત રોજ ગુજરાત ATS દ્વારા પકડીને જેલમાં સોંપવામાં આવેલા આતંકવાદી અહેમદને ત્રણ કાચા કામના કેદીઓએ બેરેકમાં જ ઘેરી લઈને બેફામ માર માર્યો હતો. આ ઘટનાથી જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે.

Ahmedabad : સાબરમતીના ત્રણ આરોપીઓ સામે FIR

અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કંટ્રોલ) ભરત રાઠોડે આજે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, “આજે સવારે 7 વાગ્યે હાઈ-સિક્યોરિટી બેરેકમાં અહેમદ હતો. તેની સાથે બીજા બે આતંકવાદી શંકાસ્પદો પણ હતા. ત્રણ કેદીઓએ અચાનક અહેમદને ઘેરી લીધો અને મુઠ્ઠી-લાતો તથા હાથમાં પહેરેલી લોખંડની વીંટીઓથી માર માર્યો હતો. આંખની બાજુમાં માથા પર અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થઈ છે.”

Advertisement

આ પણ વાંચો-Gandhinagar : ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની ઝડપી પ્રગતિ : ડ્રાફ્ટ લિસ્ટ 9 ડિસેમ્બરે, ફાઈનલ ફેબ્રુઆરીમાં

Advertisement

જે ત્રણ કેદીઓએ હુમલો કર્યો તે Ahmedabad ના

અનિલ કુમાર ખુમાણ (કાગડાપીઠ (અમદાવાદ) – બે હત્યાના કેસમાં આરોપી
શિવમ શર્મા (અમરાઈવાડી) – પણ હત્યાના કેસમાં આરોપી
અંકિત લોધી (સાબરમતી) – POCSO એક્ટ હેઠળ આરોપી

આ ત્રણેય કેદીઓ “કાચા કામના” એટલે કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓ હાથમાં ભારે લોખંડની વીંટીઓ પહેરીને હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અહેમદને તુરંત જ જેલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

અધિકારીઓમાં મચી દોડધામ

જાણવા મળતી માહિતી મુજબ, અહેમદના આગમન પછી જ બેરેકમાં બોલાચાલી શરૂ થઈ હતી. અન્ય બે આતંકવાદી શંકાસ્પદો સાથે પણ અહેમદની વાતચીત થઈ હતી, જેના કારણે આ ત્રણ કેદીઓએ અચાનક હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડીસીપી ભરત રાઠોડ ATSના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્રણેય હુમલાખોર કેદીઓને અલગ-અલગ બેરેકમાં ખસેડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 118 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જેલના અધિકારીઓ તમામ કેદીઓની પૂછપરછ કરી રહ્યા છે.

આ ઘટનાએ ગુજરાજ્યની સૌથી સુરક્ષિત માનવામાં આવતી જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આતંકવાદી શંકાસ્પદને જેલમાં જ માર મારવામાં આવે તે ઘટના ખૂબ જ ગંભીર છે. ગૃહ વિભાગે આ બનાવની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી શકે છે અને જેલના CCTV ફૂટેજની પણ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો-Nadiad : ‘હું સીધી આમ ગઇ અને મારા ગળામાં Chinese Rope વીંટળાઇ ગઈ…’

Tags :
Advertisement

.

×