Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: સોલા સિવિલની મહિલા ડોક્ટરનું સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ શરૂ

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે 26 ઓક્ટોબરની સાંજે થયેલા ગેરવર્તણૂકના મામલે હોસ્પિટલ તંત્રએ કડક પગલાં લીધા છે. સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દીપિકા સિંઘલે જણાવ્યું કે, આ બનાવમાં ડોક્ટર અને પેશન્ટ બંનેનો વાંક હતો, પરંતુ વીડિયોમાં ડોક્ટરે 'હું તમારું ટ્રીટમેન્ટ ન કરું' તેવું કહેવું એકદમ ખોટું હતું. ડોક્ટરના એગ્રેસિવ બિહેવિયરને લઇ તેમને પેશન્ટ રિલેટેડ વર્કમાંથી દૂર કરીને રિસર્ચ વિંગમાં મૂક્યા છે.
ahmedabad  સોલા સિવિલની મહિલા ડોક્ટરનું સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ શરૂ
Advertisement
  • Ahmedabad: દર્દી સાથે દાદાગીરી કરનાર મહિલા ડોક્ટર પોતે એક પેશન્ટ
  • સોલા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું- 'સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે
  • ક્લિનિકલ કામમાંથી દૂર કરી રિસર્ચ વિંગમાં મૂક્યાં છે

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે 26 ઓક્ટોબરની સાંજે થયેલા ગેરવર્તણૂકના મામલે હોસ્પિટલ તંત્રએ કડક પગલાં લીધા છે. સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દીપિકા સિંઘલે જણાવ્યું કે, આ બનાવમાં ડોક્ટર અને પેશન્ટ બંનેનો વાંક હતો, પરંતુ વીડિયોમાં ડોક્ટરે 'હું તમારું ટ્રીટમેન્ટ ન કરું' તેવું કહેવું એકદમ ખોટું હતું. ડોક્ટરના એગ્રેસિવ બિહેવિયરને લઇ તેમને પેશન્ટ રિલેટેડ વર્કમાંથી દૂર કરીને રિસર્ચ વિંગમાં મૂક્યા છે.

ડોક્ટરનું સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે

સુપ્રિટેન્ડેન્ટે પોતાના જ ડોક્ટરને પેશન્ટ જણાવતા કહ્યું, ડોક્ટરનું સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, કેમ કે તે પોતે પણ એક પેશન્ટ છે. ડીન દ્વારા આ મામલે ઇન્ક્વાયરી કમિટીની રચના કરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ ડૉક્ટરને સસ્પેન્ડ કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.

Advertisement
Advertisement

Advertisement

Ahmedabad: જાણો સમગ્ર મામલો

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં મહિલા ડોક્ટર 'દર્દીને સારવાર નહીં કરૂં' કહીને મોબાઈલ પડાવવાનો પ્રયાસ કરતા હોય તેમ નજરે પડે છે. આ વાઇરલ વીડિયો (Viral Video) મામલે હવે તપાસનાં આદેશ કરાયા છે.

આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ (Prafulbhai Panseriya) તપાસનાં આદેશ કર્યા છે

આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ (Prafulbhai Panseriya) તપાસનાં આદેશ કર્યા છે. આ સાથે સમગ્ર વાઇરલ વીડિયો અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે અને રિપોર્ટ આપશે. વાઇરલ વીડિયોમાં મહિલા ડોક્ટર ખૂબ જ ગુસ્સામાં નજરે પડે છે અને સિવિલનાં સિક્યુરિટી ગાર્ડને પણ મહિલા તબીબ ખખડાવતા નજરે પડે છે. વાઇરલ વીડિયોમાં મહિલા ડોક્ટર દર્દીનાં સગાને 'હું તમારા બાળકની સારવાર નહીં કરૂં' તેમ કહી મોબાઇલ પડાવવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. જે બાદ દર્દીનાં સગાઓ દ્વારા મહિલા ડોક્ટરનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આપ્યા તપાસનાં આદેશ

સોલા સિવિલનાં રેસિડન્ટ તબીબની દબંગાઈનો આ વીડિયો (Sola Civil Hospital Viral Video) સામે આવતા હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ (Prafulbhai Panseriya) તપાસનાં આદેશ આપતા આરોગ્ય વિભાગે વાઇરલ વીડિયો અંગે તપાસ તેજ કરી છે. સોલા સિવિલ હોસ્પિટલની ઘટના અંગે તપાસ કરી રિપોર્ટ અપાશે. માહિતી પ્રમાણે, હરીશ ચાવડા નામની વ્યક્તિ દીકરીની સારવાર માટે સોલા સિવિલ લઈ ગયા હતા. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 29 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×