અમદાવાદ : પતિએ કર્યું એવું કે પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દહેજના દૂષણને અને પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધ અથવા ઘરેલુ હિંસાથી કંટાળી અનેક પરણિત સ્ત્રીઓ આત્મહત્યા કરવા મજબૂર થઇ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.
અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કર્યો છે. 25 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. મળતી જાણકારી અનુસાર સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ આ પગલું ભર્યું છે. આ અંગે કાગડાપીઠ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જાણવા મળ્યું છે કે આ પહેલા પણ પરિણીતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકોનું વિચારીને પગલું ભરતા અટકી ગઈ હતી. પરતું સાસરિયનો ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે અંતે તેણે જીવ ટુંકાવવાનું પસંદ કર્યું હતું. આ મામલે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં મેઘતાંડવ!, આ જિલ્લામાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહનો ડૂબ્યા