Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વાટલિયા પ્રજાપતિ પરિવારની 25 દિકરીઓેના સમાજ માટે પ્રેરણા રૂપ લગ્ન

Ahmedabad : અમદાવાદ ના સરખેજ ખાતે વિશાળ અને કલાત્મક મંડપમાં સર્વ વાટલિયા પ્રજાપતિ પરિવારની 25 દિકરીઓેએ વૈદિક ધાર્મિક પરંપરા મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સરખેજ ખાતે આયોજીત ભવ્ય સમુહ લગ્ન માં 25 દિકરીઓ ના નામ નોંધાયા હતા. લગ્ન સ્થળે વિશાળ ડોમમાં નયનરમ્ય, સુશોભિત અને કલાત્મક ચોરી તૈયાર કરવામાં આવી હતી. સવારે 25 વરરાજાઓ નું શરણાઈ ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું.
ahmedabad   વાટલિયા પ્રજાપતિ પરિવારની 25 દિકરીઓેના સમાજ માટે પ્રેરણા રૂપ લગ્ન
Advertisement

Ahmedabad : અમદાવાદ ના સરખેજ ખાતે વિશાળ અને કલાત્મક મંડપમાં સર્વ વાટલિયા પ્રજાપતિ પરિવારની 25 દિકરીઓેએ વૈદિક ધાર્મિક પરંપરા મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજના યુગમાં લગ્ન માં દેખાદેખી, અહમ , દંભ અને ખોટી માન્યતાઓ આ કારણે દિકરા દિકરીના લગ્નમાં માતા પિતાઓને પુત્ર પુત્રીના લગ્નમાં ગજા બહારના ખર્ચા કરવાની મજબૂરી જોવા મળે છે અને દિકરા દિકરીના લગ્ન માટે માતાપિતા લાખો રુપીયાના દેવા પણ કરતા હોવાની ઘટનાઓ બની રહી છે. સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Ahmedabad ના સરખેજ ખાતે યોજાયા લગ્ન

સરખેજ ખાતે આયોજીત ભવ્ય સમુહ લગ્ન માં 25 દિકરીઓ ના નામ નોંધાયા હતા. લગ્ન સ્થળે વિશાળ ડોમમાં નયનરમ્ય, સુશોભિત અને કલાત્મક ચોરી તૈયાર કરવામાં આવી હતી. સવારે 25 વરરાજાઓ નું શરણાઈ ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. કલાત્મક શુશોભિત ચોરી માં વર કન્યાઓનાં વૈદિક પરંપરા મુજબ હસ્ત મેળાપ અને લગ્ન વિધિ કરવામાં આવી હતી. સમુહ લગ્ન નું ભવ્ય આયોજન હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે સંપન્ન થયું હતું. નવદંપતિને આશિર્વાદ આપવા માટે સાધુ સંતો, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો પધાર્યા હતા.

Advertisement

સમુહ લગ્ન ને પ્રોત્સાહન આપવા માટે સર્વ પ્રજાપતિ વાટલિયા સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોએ નવદંપતિઓ ને વિવિધ પ્રકારની ગીફ્ટ અર્પણ કરી હતી. ઉપરાંત સર્વ વાટલિયા સમાજના મહાનુભાવો, પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ માટે દાનનો ધોધ વહાવ્યો હતો. સમાજના હીત ચિંતક ભાઈ, બહેનો અને યુવાન દિકરા દિકરીઓેએ સ્વયંસેવક તરીકે પ્રશંસનીય સેવા કરી પ્રસંગને સફળ બનાવ્યો હતો.

Ahmedabad : દેખા દેખીના કારણે બેફામ ખર્ચાઓ, દંભ અને અહમ વધ્યો

સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશ ખસતિયા ( વાટલિયા ) એ જણાવ્યું હતું કે દરેક સમાજમાં લગ્નમાં દેખા દેખી, ખોટા બેફામ ખર્ચાઓ, દંભ અને અહમ વધી રહ્યો છે, તેવું જ દુષણ સર્વ વાટલિયા પ્રજાપતિ સમાજમાં પણ પ્રસરી રહ્યું છે. દિકરા દિકરીઓના લગ્નો પાછળ બેફામ અને ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, દિકરા દિકરીઓ ના લગ્ન કરનાર માતાપિતાઓ દેવાદાર પણ બની જતા હોય છે. તેવા સમયે સમુહ લગ્ન દરેક માતાપિતા ઓ માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. સમાજના દરેક શુભેચ્છક, હિતચિંતક સભ્યો સમુહ લગ્નની પરંપરાને ઉમળકાભેર વધાવી રહ્યા છે, જેનો અમારી ટીમને આનંદ છે. સમાજના દરેક માતાપિતા તેમના દિકરા દિકરીઓ ના સમુહ લગ્નમાં લગ્ન કરાવે તે માટે પ્રેરણાદાયી કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યા છીએ.

સમુહ લગ્નમાં સર્વ વાટલિયા પ્રજાપતિ સમાજના 1300 કરતાં વધારે પરિવારજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. નવદંપતિને વિવિધ પ્રકારની ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. દરેક આમંત્રિત ને શુધ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વ્યંજનોનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. દ્વિતીય સમુહ લગ્ન પ્રસંગ ખુબ સફળતા પ્રાપ્ત સંપન્ન થયો હતો. સમાજના સેવાભાવી દિકરા દિકરીઓ એ ચોરી સજાવટ, જાનૈયાઓનું સ્વાગત, લગ્ન વિધિ માં મદદ જેવી વિવિધ સેવાઓ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો એ નવદંપતિઓને આશિર્વચન સાથે આયોજકોને અભિનંદન પાઠવતા મંતવ્યો રજૂ કર્યા હતા.

અહેવાલ- સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો- Mudda Ni Vaat: અમદાવાદમાં ગટરના ઢાંકણાના પાપે નાગરિકનો જીવ ગયો!

Tags :
Advertisement

.

×