Ahmedabad: શહેરના નઘરોળ તંત્રની બેદરકારીએ લીધો બે વ્યક્તિનો ભોગ
- Ahmedabad : નારોલમાં વરસાદી પાણીમાં લાગ્યો વીજકરંટ
- વીજકરંટ લાગતા એક્ટિવા પર બેસેલા એક પુરુષ અને મહિલાનું મોત
- 108 અને પોલીસ પહોંચી પરંતુ પાણીમાં કરંટ હોવાથી બચાવી ન શક્યા
Ahmedabad : શહેરના નઘરોળ તંત્રની બેદરકારીએ બે વ્યક્તિનો ભોગ લીધો છે. જેમાં નારોલમાં વરસાદી પાણીમાં બે લોકોને વીજકરંટ લાગ્યો હતો. વીજકરંટ લાગતા એક્ટિવા પર બેસેલા એક પુરુષ અને મહિલાનું મોત થયુ છે. જેમાં 108 અને પોલીસ પહોંચી પરંતુ પાણીમાં કરંટ હોવાથી બચાવી ન શક્યા તથા કરંટ બંધ થયા બાદ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કઢાયા છે.
ખાડાઓ અને અપૂરતા ડ્રેનેજ વ્યવસ્થાને કારણે આવી દુર્ઘટના થઇ
નઘરોળ તંત્ર ભ્રષ્ટાચારી ખાડા અને તૂટેલા વાયરોએ બે લોકોનો ભોગ લીધો છે. નારોલ પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહને બહાર કાઢીને મૃતકોના પરિજનોની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓ અને તેમાં વીજ કરંટના જોખમને ઉજાગર કરે છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. આવા જોખમી ખાડાઓ અને અપૂરતા ડ્રેનેજ વ્યવસ્થાને કારણે આવી દુર્ઘટનાઓ થતી હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad : તંત્રની બેદરકારી અંગે પણ સવાલો ઉભા થયા છે
આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે, અને તંત્રની બેદરકારી અંગે પણ સવાલો ઉભા થયા છે, જેમાં ખાસ કરીને રસ્તાઓની નબળી સ્થિતિ અને વીજ વ્યવસ્થાની ખામીઓનો સમાવેશ થાય છે. લોકોના જણાવ્યા પ્રમાણે, મોપેડ પર સવાર દંપત્તિ 3 થી 4 ફૂટ ઊંડા ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યું હતું. એ જ સમયે અચાનક જ પાણીમાં વીજ કરંટ ફેલાયો હતો.
વીજકરંટ લાગતા મોપેડ સહિત દંપતી નીચે પટકાઈ ગયું
વીજકરંટ લાગતા મોપેડ સહિત દંપતી નીચે પટકાઈ ગયું હતુ. બંનેએ ઘટનાસ્થળે જ તડપતાં જીવ ગુમાવ્યા હતા. જેમાં દુર્ઘટનાગ્રસ્ત દંપતી નારોલ વિસ્તારના રૂદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતું હોવાનું જાણવા મળ્યું છે. તે રોજિંદી કામકાજ પૂરું કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તરત જ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Mount Abu માં 3 દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ, જાણો શું છે કારણ