ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : દિવાળી પહેલા Atal Bridge ની મુલાકાત મોંધી થઈ, ટિકિટ દરમાં એક ઝાટકે આટલો વધારો!

Ahmedabad માં હવે અટલ બ્રિજ પર જવું પણ મોંઘું થયું વયસ્ક લોકો માટે ટિકિટ દરમાં રૂ. 20 નો વધારો કરાયો બાળકો અને વડીલોનાં રૂ. 15થી વધારી રૂ. 30 કરાયાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેનો દર રૂ. 40 થી...
11:43 PM Oct 21, 2024 IST | Vipul Sen
Ahmedabad માં હવે અટલ બ્રિજ પર જવું પણ મોંઘું થયું વયસ્ક લોકો માટે ટિકિટ દરમાં રૂ. 20 નો વધારો કરાયો બાળકો અને વડીલોનાં રૂ. 15થી વધારી રૂ. 30 કરાયાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેનો દર રૂ. 40 થી...
  1. Ahmedabad માં હવે અટલ બ્રિજ પર જવું પણ મોંઘું થયું
  2. વયસ્ક લોકો માટે ટિકિટ દરમાં રૂ. 20 નો વધારો કરાયો
  3. બાળકો અને વડીલોનાં રૂ. 15થી વધારી રૂ. 30 કરાયાં
  4. અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેનો દર રૂ. 40 થી વધારી રૂ. 70 કરાયો

અમદાવાદનો (Ahmedabad) અટલ બ્રિજ શહેરની નવી ઓળખ બની ગયો છે. અટલ બ્રિજની (Atal Bridge) મુલાકાત લેવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. પરંતુ, હવે દિવાળી પહેલા અટલ બ્રિજની મુલાકાત વધુ મોંઘી થઈ છે. કારણ કે અટલ બ્રિજ પર જવા માટે ટિકિટનાં દરોમાં વધારો કરવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર વયસ્ક વ્યક્તિ માટે નવો ટિકિટ દર રૂ. 50 કરાયો છે. જે અગાઉ રૂ. 30 હતો. આ સાથે ફ્લાવર પાર્કની (Flower Park) ટિકિટનાં ભાવ પણ વધારવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : રિવરફ્રન્ટ ગાર્ડનની મુલાકાત લેતા પહેલા વાંચી લો આ સમાચાર, ફીમાં થયો આટલો વધારો!

અટલબ્રિજ પર ફરવું હવે મોંઘું થયું

દિવાળીનાં (Diwali 2024) તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા અટલ બ્રિજ પર ફરવા માટેની ટિકિટનાં દરોમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અટલ બ્રિજ (Atal Bridge Fee) પર ફરવા ગયેલા 12 વર્ષની વધુ વયનાં લોકો માટે ટિકિટનો દર રૂ. 30 થી વધારીને રૂ. 50 કરવામાં આવ્યો છે. જ્યારે 3 થી 12 વર્ષ અને 60 વર્ષથી વધુ વયનાં લોકો માટે ટિકિટનાં દર રૂ. 30 કરાયા છે. જે અગાઉ રૂ. 15 જ હતો.

આ પણ વાંચો - Gandhinagar : સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ભેટ, બોનસ તરીકે ચૂકવાશે આટલી રકમ!

ફ્લાવર પાર્કની ટિકિટનાં દર પણ વધાર્યાં

બીજી તરફ ફ્લાવર પાર્કની ટિકિટનાં (Flower Park Fee) દરમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, 12 વર્ષથી મોટી વયનાં મુલાકાતીઓએ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક બંનેની કોમ્બો ટિકિટ માટે હવે રૂ. 70 ચૂકવવા પડશે. જે અગાઉ રૂ. 40 હતા. જ્યારે સિનિયર સિટીઝન અને 3થી 12 વર્ષનાં બાળકો માટે ટિકિટ દર રૂ. 40 નક્કી કરવામાં આવ્યા છે, જે અગાઉ રૂ. 20 હતા.

આ પણ વાંચો - ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ : CM ભૂપેન્દ્ર પટેલ

Tags :
AhmedabadAMCatal bridgeAtal Bridge FeeBreaking News In GujaratiDiwali 2024Flower Park FeeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRiverfront Park feeSabarmati Riverfront Board
Next Article