ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજથી હડકંપ

Ahmedabad : અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલા ભાગવત વિસ્તારમાં આજે રાત્રે અચાનક ક્લોરિન ગેસનો બાટલો ફેંકવામાં આવતાં મોટો હડકંપ મચી ગયો છે. માધવ ઔડા ગાર્ડન નજીક કોઈ અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસથી ભરેલી બાટલો પેસેન્જર વાહનમાંથી રોડ પર ફેંકી દીધો અને ઝડપથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે.
09:19 PM Dec 07, 2025 IST | Mujahid Tunvar
Ahmedabad : અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલા ભાગવત વિસ્તારમાં આજે રાત્રે અચાનક ક્લોરિન ગેસનો બાટલો ફેંકવામાં આવતાં મોટો હડકંપ મચી ગયો છે. માધવ ઔડા ગાર્ડન નજીક કોઈ અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસથી ભરેલી બાટલો પેસેન્જર વાહનમાંથી રોડ પર ફેંકી દીધો અને ઝડપથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે.
BREAKING_ NEWS_GUJARAT_FIRST

Ahmedabad : અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલા ભાગવત વિસ્તારમાં આજે રાત્રે અચાનક ક્લોરિન ગેસનો સિલિન્ડર ફેંકવામાં આવતાં મોટો હડકંપ મચી ગયો છે. માધવ ઔડા ગાર્ડન નજીક કોઈ અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસથી ભરેલી બાટલો પેસેન્જર વાહનમાંથી રોડ પર ફેંકી દીધો અને ઝડપથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. બાટલો ફૂટતાં જ તીવ્ર ઝેરી ગેસ ફેલાયો અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તથા પસાર થતા વાહનચાલકોને આંખોમાં બળતરા, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ – સોલા અને બોપલ સ્ટેશનની ટીમો – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર જવાનોએ તરત જ ગેસને નિયંત્રણમાં લેવા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો, પરંતુ ગેસની તીવ્રતાને કારણે બે ફાયર જવાનોને પણ અસર થઈ અને તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને જવાનોની હાલત સ્થિર જણાવાઈ રહી છે.

“ગેસને હવામાં ફેલાતો અટકાવવો જરૂરી હતો” – ફાયર અધિકારી

અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એમ.એસ. ભાટિયાએ જણાવ્યું, “ક્લોરિન ગેસની બાટલો લિકેજ થયો છે. ગેસ ઝડપથી બહાર નીકળી રહ્યો હતો. અમે તરત જ બે ગાડીઓ મોકલી હતી. ગેસને ન્યુટ્રલાઇઝ કરવા પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. ગેસને હવામાં વધુ ન ફેલાવા દેવા માટે અમે સતત પાણીનો છંટકાવ કરી રહ્યા છીએ. જ્યાં સુધી બાટલામાંથી તમામ ગેસ બહાર ન નીકળી જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખીશું. આસપાસના રહેવાસીઓને ઘરની બારી-દરવાજા બંધ રાખવા અને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.”

Ahmedabad પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી

સોલા પોલીસ સ્ટેશને આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, એક અજાણ્યો શખ્સ કાર કે બાઇકમાંથી બાટલો ફેંકીને ભાગી ગયો હતો. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ બાટલો કોઈ ઔદ્યોગિક એકમમાંથી ચોરયો હોઈ શકે છે અથવા તો જાણીજોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે ફેંકવામાં આવ્યો હોઇ શકે છે. આ ઘટનાના કારણે એસ.જી. હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફાયર બ્રિગેડે ગેસને લગભગ 90% નિયંત્રણમાં લઈ લીધો છે અને આગામી થોડીક કલાકોમાં સંપૂર્ણપણે સુરક્ષિત કરી દેશે.

આ પણ વાંચો- પ્રમુખસ્વામી મહારાજના પ્રેમમાં ડૂબ્યા 50 હજાર ભક્તો : 75 વર્ષની સેવાયાત્રાને ભાવુક અંજલી

Tags :
AhmedabadGas LeakageSola Bhagwat
Next Article