Ahmedabad : Khyati Hospital 'કાંડ' માં વધુ બે નામ સામે આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!
- અમદાવાદની Khyati Hospital મામલે મોટા સમાચાર
- ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ આરોપીના નામ સામે આવ્યાં (Ahmedabad)
- CEO રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું ખુલ્યું!
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati Hospital) એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ કાંડમાં વધુ બે નામ સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) તપાસમાં CEO રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે. માહિતી અનુસાર, મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી છે.
આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં વધતી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં! કહ્યું - જે ગુના બન્યા તેમાં..!
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યાં
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં (Khyati Hospital) તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલનાં CEO ચિરાગ રાજપૂત સિવાય CEO રાહુલ જૈન (Rahul Jain) અને મિલિંદ પટેલની (Milind Patel) મુખ્ય સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ જપ્ત કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અનુસાર, કેમ્પનું આયોજન કરીને દિવસનાં 3 થી 4 ઓપરેશન કરતા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે હોસ્પિટલ સ્ટાફમાં અનેક લોકોનાં પગાર નહીં ચૂકવતા તેઓ નોકરી છોડી ગયા હતા.
આ પણ વાંચો - Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં કોણ પહેરશે જીતનો તાજ ? Gujarat First પર સિનિયર પત્રકારોએ કહી આ વાત!
મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે પણ તપાસ
ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં જાણવા મળ્યું છે કે, PMJAY લાભ લેવા માટે પરવાનગી સરળતાથી મળી જતી હતી. ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) હોસ્પિટલમાંથી 4 કેમ્પના રજિસ્ટર પણ મળી આવ્યા છે. હવે, ક્રાઇમ બ્રાન્ચે મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે તપાસ આદરી છે. સાથે આરોપીઓ અને હોસ્પિટલનાં બેન્ક એકાઉન્ટ સિઝ કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં આર્થિક કૌભાંડની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે CA ની નિમણૂક કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. વર્ષ 2022 માં ઓપરેશન બાદ થયેલ મોત અંગે પણ ફરીથી તપાસ કરાશે.
આ પણ વાંચો - Mehsana : બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે એ નાની વાત નથી : CM ભૂપેન્દ્ર પટેલ