Ahmedabad: ઉદગમ સ્કૂલનો શિક્ષણ વિભાગને ભ્રમિત કરવાનો પ્રયાસ?
- Ahmedabad: ગુજરાત ફર્સ્ટના અહેવાલ અને DEOની નોટિસ બાદ માહિતી હટાવી
- પોતાની વેબસાઈ પરથી બ્રાન્ડેડ શૂઝ અંગેની હટાવી માહિતી
- જો સંચાલકો સાચા હતા તો માહિતી હટાવવાની ફરજ કેમ પડી ?
Ahmedabad: અમદાવાદની ઉદગમ સ્કૂલનો શિક્ષણ વિભાગને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો છે. જેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ અને DEOની નોટિસ બાદ માહિતી હટાવી છે. તેમજ પોતાની વેબસાઈ પરથી બ્રાન્ડેડ શૂઝ અંગેની માહિતી હટાવી છે. જો સંચાલકો સાચા હતા તો માહિતી હટાવવાની ફરજ કેમ પડી ? વાલીઓને ગેરમાર્ગે દોરનાર સંચાલકોએ શિક્ષણ વિભાગને પણ ગેરમાર્ગે દોર્યા? જેમાં ઉદગમ સ્કૂલે વેબસાઇટ પરથી શૂઝ અંગેની માહિતી હટાવવી પડી છે.
અગાઉ સ્કૂલની વેબસાઇટ પર ચોક્કસ 5 મોંઘી બ્રાન્ડના શૂઝનો ઉલ્લેખ હતો
અગાઉ સ્કૂલની વેબસાઇટ પર ચોક્કસ 5 મોંઘી બ્રાન્ડના શૂઝનો ઉલ્લેખ હતો. જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાંડના શૂઝ ખરીદવાનો મનસ્વી નિર્ણય હતો. તેમાં શાળાએ પોતાની વેબસાઈટ પર મોંઘીદાટ બ્રાંડના નામ આપ્યા હતા. શૂઝ સાથે યુનિફોર્મમાંથી પણ રૂપિયા કમાવવાનો ધંધો થઇ રહ્યો હતો. જેમાં શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
Ahmedabad: ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
ચોક્કસ પાંચ દુકાનોથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં મોંઘીદાટ ફી લેતી સ્કૂલોની બેરોકટોક નફાખોરીનો ધંધો હતો. શિક્ષણના ધામમાં ઉદગમ સ્કૂલના મનસ્વી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે ઉદગમ સ્કૂલ શિક્ષણનું ધામ છે કે રૂપિયા રળવાની હાટડી?
અમદાવાદની ઉદગમ સ્કૂલ સંચાલકો પર શિક્ષણ વિભાગ લાચાર
અમદાવાદની ઉદગમ સ્કૂલ સંચાલકો પર શિક્ષણ વિભાગ લાચાર છે. જેમાં શાળા દ્વારા ચોક્કસ બ્રાન્ડના શૂઝ માટે ફરજીયાતપણુ બતાવી રહી છે. વાલીઓને ચોક્કસ મોંઘી બ્રાંડ શૂઝ ખરીદવા માટે ફતવો જાહેર કરાયો છે. જાહેરમાં બેરોકટોકપણે શાળા વેબ સાઇટ પર ફતવો બહાર પાડ્યો હતો.
આ પણ વાંચો: Cyclone Ditwah Senyar: વાવાઝોડુ દિટવાહ વેગ પકડી રહ્યું છે, અને સેન્યારની અસર શરૂ