Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah બે દિવસનાં ગુજરાત પ્રવાસે

આવતીકાલે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
ahmedabad   આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી amit shah બે દિવસનાં ગુજરાત પ્રવાસે
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે
  2. આવતીકાલે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  3. બે દિવસનાં પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ નારણપુરાનાં (Naranpura) કોર્પોરેટર જયેશ પટેલનાં નિવાસ સ્થાને મુલાકાત લેશે. બે દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. અહીં, વાંચો તેમનાં કાર્યક્રમોની વિગત.

આ પણ વાંચો - Viramgam : PM મોદીએ પણ પાણીની સમસ્યાનો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે : CR પાટીલ

Advertisement

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આવતીકાલે બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. માહિતી અનુસાર, આવતીકાલે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચશે. ત્યાર બાદ તેઓ નારણપુરાનાં કોર્પોરેટર જયેશ પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લેશે. રાત્રે 8.15 કલાકે ઘાટલોડિયા (Ghatlodia) વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર આપશે.

Advertisement

આ પણ વાંચો - Anand : ન.પા. કાઉન્સિલરની મુશ્કેલીઓ વધી! BJP એ કરી આ કડક કાર્યવાહી!

બીજા દિવસનાં કાર્યક્રમો

બીજા દિવસે એટલે કે 19 મી નવેમ્બરનાં સવારે 11 વાગ્યે ગાંધીનગર (Gandhinagar) દાંડી કુટીરનાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. પોસ્ટ વિભાગનાં ટિકિટ પ્રદર્શનીમાં તેઓ હાજરી આપશે. ત્યાર પછી બપોરે 12 વાગ્યે દહેગામ ખાતેનાં RRU ખાતેનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3 વાગ્યે હિંમતનગરનાં (Himmatnagar) સાબર ડેરીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ સાંજે 4.30 કલાકે શેલા ખાતેનાં તળાવનાં બ્યુટિફિકેશનનાં ખાતમુહૂર્તમાં હાજર રહેશે. રાત્રે 10.30 કલાકે અમિત શાહ દિલ્હી પરત જવા રવાના થશે.

આ પણ વાંચો - Gondal : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! મોબાઇલ જોવા બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત!

Tags :
Advertisement

.

×