Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતનાં પ્રવાસે, સ્નેહમિલન સમારોહમાં કરી આ ટકોર!
- કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે
- ઘાટલોડિયામાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહ્યા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત શહેરનાં ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ અને શહેર ભાજપનાં નેતા, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે વાતચીત કરી હતી. ગાંધીનગર લોકસભામાં 'આયુષ્માન વય વંદના કાર્ડ' ની કામગીરી ધીમી ચાલતી હોવાથી અમિત શાહ એ ટકોર કરી હતી.
PM મોદી આયુષ્માન કાર્ડની મહત્ત્વની યોજના લાવ્યા : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આજે અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) વિસ્તારમાં ઘાટલોડિયામાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાંથી (Maharashtra Election) નવરો પડીને અહીંયા આવ્યો છું. ઝારખંડ-મહારાષ્ટ્ર બંનેમાં બહુમતથી સરકાર બનશે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટકોર કરતા કહ્યું હતું કે, ઘાટલોડિયા સિવાય તમામ વિધાનસભામાં કામગીરી નબળી છે. PM મોદી (PM Modi) આયુષ્માન કાર્ડની મહત્ત્વની યોજના લાવ્યા છે. આપણી લોકસભામાં 70 વર્ષથી વધુ વયનાં 1 લાખ 85 હજાર મતદારો છે. તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ પાસે મતદાર યાદી પહોંચી ચૂકી છે. કોઈ 70 વર્ષથી વધુ વયની વ્યક્તિ રહી ન જાય તે જોજો.
આ પણ વાંચો - Patan Ragging Case : જુનિયર વિદ્યાર્થીનાં મોત બાદ રેંગિગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીની ધરપકડ
વિકાસના મિજાજને બરકરાર રાખી કામ કરવાનું છે: CM
આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધારાસભ્યો, પદાધિકારીઓને આયુષ્માન કાર્ડ (Ayushman Vaya Vandana Card) માટે કેમ્પ યોજવાની સૂચના પણ આપી હતી. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, લોકોએ ભાજપ પર અપાર સ્નેહ વરસાવ્યો છે. અમિત શાહ પણ દેશભરમાં ફરીને પક્ષને મજબૂત કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સરકારી માળખું મજબૂત કરવામાં મહત્ત્વનું યોગદાન છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નાનામાં નાના કાર્યકર્તાનો અવાજ પણ પક્ષમાં સંભળાઈ રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે વિકાસનાં મિજાજને બરકરાર રાખી કામ કરવાનું છે. સરકાર સાથે ખંભાથી ખંભો મિલાવીને કામ કરવાનું છે.
આ પણ વાંચો - Kutch : ફરી એકવાર ધરા ધ્રુજી, આ વિસ્તારોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, જાણો તીવ્રતા
બીજા દિવસનાં કાર્યક્રમો
બીજા દિવસે એટલે કે 19 મી નવેમ્બરનાં સવારે 11 વાગ્યે ગાંધીનગર (Gandhinagar) દાંડી કુટીરનાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. પોસ્ટ વિભાગનાં ટિકિટ પ્રદર્શનીમાં તેઓ હાજરી આપશે. ત્યાર પછી બપોરે 12 વાગ્યે દહેગામ ખાતેનાં RRU ખાતેનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3 વાગ્યે હિંમતનગરનાં (Himmatnagar) સાબર ડેરીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ સાંજે 4.30 કલાકે શેલા ખાતેનાં તળાવનાં બ્યુટિફિકેશનનાં ખાતમુહૂર્તમાં હાજર રહેશે. રાત્રે 10.30 કલાકે અમિત શાહ દિલ્હી પરત જવા રવાના થશે.
આ પણ વાંચો - Ahmedabad : વધુ એક PI સસ્પેન્ડ, કાગડાપીઠ મર્ડર કેસમાં સસ્પેન્ડેડ PI નો લેટર વાઈરલ!