Ahmedabad ના વાતાવરણમાં અચાનક પલટો, વેજલપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
- Ahmedabad માં કમોસમી વરસાદની એન્ટ્રી: વેજલપુરમાં વરસાદથી જનજીવન પ્રભાવિત!
- અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો, આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું
- પશ્ચિમ વિસ્તારના વેજલપુરમાં તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા
- ભર ઉનાળે અચાનક આવેલા વરસાદથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અટવાયા
- શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા હાલાકી
- હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમય માટે વાતાવરણને લઈ અપાઈ ચેતવણી
અમદાવાદ (Ahmedabad): ગુજરાતના વાતાવરણમાં (Gujarat Weather) છેલ્લા કેટલાક દિવસોથી સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને કમોસમી વરસાદ (Unseasonal Rain) નોંધાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુર (Vejalpur) સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Ahmedabad: લોકો વરસાદમાં અટવાયા
બપોરના સમયે કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આકાશ વાદળછાયું થયું હતું અને તેજ પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. વેજલપુર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ કમોસમી માવઠાને (Maavthu) કારણે શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ટુ-વ્હીલર ચાલકોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. માર્કેટમાં ખરીદી કરવા નીકળેલા લોકો પણ અચાનક આવેલા વરસાદથી અટવાયા હતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ ફેરફાર
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે. એક તરફ લોકો ગરમીથી બચવા એસી અને કુલરનો સહારો લઈ રહ્યા હતા, ત્યાં બીજી તરફ આ વરસાદે વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધારી દીધું છે. આ કમોસમી વરસાદ માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ વેપારીઓ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આગામી 24 કલાકમાં હજુ પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસમાં નવો વળાંક, અઢી મહિનાની રાહાનાના PM રિપોર્ટમાં મોટો ખુલાસો


