તે સારૂ, તેમજ કોઇ ગુનાહીત તત્વો જાહેર વ્યવસ્થાને વિક્ષિપ્ત કરવાના ઇરાદાથી દેશ, રાજ્ય કે સ્થાનિક લોકોની એકતા, અખંડીતતા, અને સલામતીને ખતરો ઉભો કરી-કરાવે, સંગઠિત ગુના ટોળી (syndicate), ગેંગ બનાવી ગુનાઓ આચરી લોકોમાં ભય પેદા કરે કરાવે નહી તે સારૂ જરૂરી અને યોગ્ય તે કાયદેસરના પગલા લેવા જરૂરી હતા.
જેમા (1) પ્રશાંત ઉર્ફે જાંબુ શંકરભાઇ ગાયકવાડ ઉ.વ.24 (2) રવિરાજસિંહ સિધ્ધરાજસિંહ વાઘેલા ઉ.વ.21. એકબીજાની સાથે મળીને સંયુક્ત રીતે ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળી ("Organised Crime Syndicate") બનાવી હતી.ઉપરોક્ત બંન્ને આરોપીઓએ તેમના સાગરિતો સાથે મળી ફરીયાદી આનંદભાઈ પ્રવિણભાઇ શાહ અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ 28-05-2026ના રોજ રાત્રીના સમયે ગંદીગાળો બોલી શરીરે ગડાદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરાર આરોપી રવિરાજસિંહ સિધ્ધરાજસિંહ વાઘેલા ઉ.વ.21
આરોપી પ્રશાંત ઉર્ફે જાંબુ શંકરભાઈ ગાયકવાડનો ગુનાહીત ઇતિહાસ
01-વાસણા પો.સ્ટે પાર્ટ-એ 11191066250047/2025 ધી બી.એન.એસ ૨૦૨૩ ની કલમ 109(1),118 (1) 296,51 તથા જી.પી.એક્ટ 131(1) મુજબ
02-વાસણા પો.સ્ટે પાર્ટ-એ 11191066250051-2025 ધી બી.એન.એસ 2023 ની કલમ 115(2), 296,351(2),54 તથા જી.પી.એક્ટ 131(1) મુજબ
03-વાસણા પો.સ્ટે પાર્ટ-એ 11191066240332/2024 ધી ઇ.પી.કો કલમ 307,323,294(ખ), 34 તથા જી.પી.એક્ટ 131(1) મુજબ
04-વાસણા પો.સ્ટે પાર્ટ-એ 11191066240505/2024 ધી બી.એન.એસ 2023ની કલમ 324,296, 351(2) ,54 તથા જી.પી.એક્ટ 131(1) મુજબ
05-પાલડી પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં 111910162000072/2020 ધી ઈ.પી.કો કલમ 326,323, 294(ખ), 324,114 તથા જી.પી.એક્ટ 131(1) મુજબ
06-પાલડી પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં 11191016200464/2020 ધી ઇ.પી.કો કલમ 379 મુજબ
પાસા અટકાયતી પગલાની વિગત
01-પી.સી.બી./ડીટેન/ પાસા/006/2020 તા.05-07-2020 થી પાસા અટકાયતી લીધેલ છે
02-પી.સી.બી./ડીટેન/ પાસા/227/2023 તા.10-03-2023 થી પાસા અટકાયતી લીધેલ છે
03- પી.સી.બી./ડીટેન/ પાસા/422/2024 તા. 15-05-2025થી પાસા અટકાયતી લીધેલ છે
આ પણ વાંચો : Railway News : ભાવનગર મંડળના જેતલસર રેલવે સ્ટેશન પર લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટની નવી નિમણૂંક કરવામાં આવી