Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વેજલપુરમાં ગૌવંશની હત્યા કરનાર 3 પકડાયા, રૂ. 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા નજીકના સુમસામ મેદાનમાં રાત્રિના અંધારામાં જે ઘૃણાસ્પદ કૃત્ય ચાલી રહ્યું હતું, તેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં છે, જ્યારે 500 કિલોથી વધુ માંસનો જથ્થો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. કાયદાની છટકબારી શોધતા અન્ય 6 શખ્સો હજુ પણ ફરાર છે
ahmedabad  વેજલપુરમાં ગૌવંશની હત્યા કરનાર 3 પકડાયા  રૂ  4 66 લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • Ahmedabad ના વેજલપુરમાં ગૌવંશની હત્યા કરનાર 3 આરોપીઓ ઝડપાયા!
  • સોનલ સિનેમા નજીક ઝાડી વિસ્તારમાં ગૌવધ કરતા શખ્સો પર પોલીસ ત્રાટકી
  • મુશ્તાક મસારીવાલા, રઇઝ શેખ અને મુનાફ દિવાનની ધરપકડ
  • ઘટનાસ્થળેથી 520 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો કરવામાં આવ્યો જપ્ત
  • રૂપિયા 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય 6 આરોપીઓ વોન્ટેડ જાહેર
  • પોલીસે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી શકી છે

Ahmedabad: અમદાવાદ શહેરના વેજલપુર (Vejalpur) વિસ્તારમાં ગૌવંશની હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે સોનલ સિનેમા (Sonal Cinema) નજીક આવેલા એક ખુલ્લા મેદાન અને ઝાડીવાળા વિસ્તારમાં દરોડા પાડીને ગૌવંશની હત્યા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ (Police Arrest) કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

મેદાનમાં ચાલતું હતું કતલખાનું

પોલીસને બાતમી મળી હતી કે વેજલપુરના સોનલ સિનેમા પાસેના ઝાડી વિસ્તારમાં કેટલાક શખ્સો ગૌવંશની હત્યા (Cow Slaughter) કરી રહ્યા છે. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડતા મુશ્તાક મસારીવાલા, રઇઝ શેખ અને મુનાફ દિવાન નામના ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ આરોપીઓ માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જગ્યા શોધીને ગૌવંશને નિશાન બનાવતા હતા.

Advertisement

Advertisement

મુદ્દામાલ અને વોન્ટેડ આરોપીઓ

પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 520 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો (Suspected Beef) જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા સાધનો સહિત કુલ 4.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ (Seized Property) જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર આ ત્રણ શખ્સો જ નહીં, પરંતુ અન્ય 6 જેટલા શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેમને હાલ પોલીસે વોન્ટેડ (Wanted Accused) જાહેર કર્યા છે.

Ahmedabad: આરોપીઓ સામે કડક કાર્યવાહી

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat માં ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ, સાબરકાંઠા, ખેડા અને પંચમહાલ સહિત જીલ્લામાં કરા સાથે વરસાદ

Tags :
Advertisement

.

×