Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ઊંચા અવાજે સોંગ કેમ વગાડો છે? ઠપકો આપતા જ ભાડૂઆત ગુસ્સે થયો'ને મકાન માલિકની કરી હત્યા

Ahmedabad : અમદાવાદના બાવળામાં ઉંચા અવાજે સોંગ વગાડવા બાબતે ઠપકો આપવાને લઈને એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી છે. આપણા સમાજની સહનશીલતા ઓછી થઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નાની-નાની બાબતોમાં મામલો હત્યા સુધી પહોંચી જઈ રહ્યો છે. આવી જ એક ઘટના સામે આવી રહી છે. જેમાં એક નાનકડી બાબતે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી ગઈ છે. આવી ઘટનાઓથી બે પરિવારોનું જીવન નર્ક બની જાય છે.
ahmedabad   ઊંચા અવાજે સોંગ કેમ વગાડો છે  ઠપકો આપતા જ ભાડૂઆત ગુસ્સે થયો ને મકાન માલિકની કરી હત્યા
Advertisement
  • Ahmedabad : બાવળામાં મ્યુઝિકના વિવાદે હત્યા : ભાડુઆતે છરીથી મારી ઘરમાલિકનો અંત આણ્યો
  • અમદાવાદ બાવળા : ઉંચા અવાજે મ્યુઝિક વગાડવાને લઈ ઝઘડામાં પ્રદીપસિંહનું મોત
  • નાની બાબતે મોટો ગુનો : બાવળા કોમ્પ્લેક્સમાં ભાડુઆતની ઉશ્કેરાઈથી માલિકની હત્યા
  • બાવળા હત્યા કેસ : મ્યુઝિક વાળા ઝઘડામાં છરીના ઘા, 36 વર્ષીય માલિકનું અવસાન
  • અમદાવાદમાં વિવાદથી હત્યા : બાવળામાં ભાડુઆતે મ્યુઝિક પર ફરિયાદ કરનાર માલિકને માર્યો

Ahmedabad : અમદાવાદના બાવળામાં ઉંચા અવાજે સોંગ વગાડવા બાબતે ઠપકો આપવાને લઈને એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી છે.  આપણા સમાજની સહનશીલતા ઓછી થઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નાની-નાની બાબતોમાં મામલો હત્યા સુધી પહોંચી જઈ રહ્યો છે. આવી જ એક ઘટના સામે આવી રહી છે. જેમાં એક નાનકડી બાબતે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી ગઈ છે. આવી ઘટનાઓથી બે પરિવારોનું જીવન નર્ક બની જાય છે. એક મૃતકના પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડે છે, તો જેલમાં જનારા આરોપીના પરિવારને પણ ભોગવવાનું આવે છે.

અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારમાં એક નાની બાબતે થયેલા ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હતો. શ્યામ કોમ્પ્લેક્સમાં રહેતા 36 વર્ષીય મકાનમાલિક પ્રદીપસિંહ ચૌહાણનું ઉંચા અવાજે મ્યુઝિક વગાડવાની ફરિયાદને કારણે થયેલા વિવાદમાં તેમના જ ભાડુઆત સુરેશ ઠક્કર (ઉં. 40) સાથે બોલાબોલી થઈ હતી. આ દરમિયાન સુરેશ ઠક્કરે ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કરી દેતા મકાન માલિકનું મોત નિપજ્યું છે. આ ઘટના ગઈ રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ બની જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે બાવળા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે, અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે.

Advertisement

Advertisement

ઘટનાની વિગતો જાણવા મળ્યા મુજબ, ગઈ રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ ભાડુઆત સુરેશ ઠક્કરે તેના રૂમમાં ઉંચા અવાજે મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું, જેથી તેના નજીક રહેતા એક પડોશીએ મકાન માલિક પ્રદિપસિંહને આની ફરિયાદ કરી હતી. તેથી પ્રદિપસિંહે અન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે ભાડૂઆત તરીકે રહેતા સુરેશ ઠક્કરને ધીમા અવાજે સોંગ વગાડવા માટે કહ્યું હતું. જોકે, વાતચીત ઉગ્ર બની જતાં ઝપાઝપી થઈ ગઈ હતી. તે પછી સુરેશ ઠક્કરે પ્રતિપસિંહ ઉપર ચાકુના ઘા કરી દીધા હતા. આ ઘા એટલે ગંભીર હતા કે, પ્રદિપસિંહ ત્યાંજ ઢળી પડ્યા હતા.  આ દરમિયાન તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહતો.

બાવળા પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું અને મૃતકનો પોસ્ટમોર્ટમ અમદાવાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આઈપીસીની કલમ 302 (હત્યા) અને 504 (જાતીય ભાવનાઓને ઉશ્કેરવા) હેઠળ આરોપી સુરેશ ઠક્કર સામે ગુનો નોંધાયો છે. પોલીસને આરોપી વિશે ચોક્કસ બાતમી મળતાં જ તેઓએ તેના રહેઠાણ પર દરોડો પાડ્યો અને ગણતરીના કલાકોમાં એટલે કે ગઈ રાત્રે જ 2 વાગ્યા આસપાસ તેની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો- Sabarkantha : ઈડરના શીંગા ગામમાં નકલી દૂધની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ ; 200 લીટર બનાવટી દૂધ જપ્ત, એક આરોપીની ધરપકડમાં

Tags :
Advertisement

.

×