Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bopal Accident Case : રિપલ પંચાલની કરતૂત બાદ પત્નીનો લૂલો બચાવ! જુઓ શું કહ્યું ?

રિપલ સામે આરોપ છે કે અકસ્માત સમયે તે ચિક્કાર દારૂનાં નશામાં હતો
bopal accident case   રિપલ પંચાલની કરતૂત બાદ પત્નીનો લૂલો બચાવ  જુઓ શું કહ્યું
Advertisement
  1. નશેડી નબીરાનાં કારસ્તાન બાદ પત્નીનો લૂલો બચાવ! (Bopal Accident Case)
  2. નશેડી રિપલ પંચાલની પત્ની કાનન પંચાલનું સરેઆમ જુઠ્ઠાણું!
  3. કાનન પંચાલ બોલ્યા કે, "રિપલે નશો કર્યો ન હતો"

અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં આંબલી-ઇસ્કોન રોડ પર ગોઝારો અકસ્માત સર્જનાર રિપલ પંચાલની (Ripal Panchal) પોલીસે ધરપકડ કરી છે. રિપલ સામે આરોપ છે કે અકસ્માત સમયે તે ચિક્કાર દારૂનાં નશામાં હતો. રિપલે તેની મોંઘીદાટ કારથી 5 જેટલી અન્ય કારને અડફેટે લીધી હતી અને ડિવાઇડર સાથે કાર અથડાવી ત્યાં પાર્ક કરેલી અન્ય બાઇક અને કારને પણ મોટું નુકસાન પહોંચ્યાડ્યું હતું. આ ઘટનાનાં વીડિયો પણ સામે આવ્યા છે. જો કે, હવે આ મામલે રિપલની પત્ની દ્વારા પતિનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad : Bopal Accident બાદ ગૃહ રાજ્યમંત્રીની DGP સહિત ઉચ્ચ પો. અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Advertisement

Advertisement

રિપલ માનસિક બિમાર છે : કાનન પંચાલ

અમદાવાદનાં આંબલી ઇસ્કોન રોડ (Ambli-ISKCON Road) પર સવારે નશેડી નબીરા રિપલ પંચાલે (Ripal Panchal) હિટ એન્ડ રન કરીને લોકોનાં જીવ જોખમમાં મૂકી દીધા હતા. અકસ્માત સમયે દારૂનાં નશામાં ધૂત રિપલને સ્થાનિકોએ ઢોર માર મારી પોલીસને હવાલે કર્યો હતો. હાલ તેની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન, રિપલ પંચાલની પત્નીનું નિવેદન સામે આવ્યું છે. રિપલ પંચાલની પત્ની કાનન પંચાલે (Kanan Panchal) પતિનો લૂલો બચાવ કરતા કહ્યું કે, રિપલે નશો કર્યો નહોતો. કાનન પંચાલે આગળ કહ્યું કે, રિપલ માનસિક બીમાર છે. સવારે દવાનું સેવન કર્યા બાદ તેની અસર થઇ હશે.

Ahmedabad Hit And Run : પોલીસ સ્ટેશનમાં પણ નશાની હાલતમાં છે હિટ એન્ડ રનનો આરોપી | Gujarat First

આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં વધુ એક ‘તથ્યકાંડ’ થતા રહી ગયો! પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

રિપલને મેડિકલ ટેસ્ટ માટે સોલા સિવિલ લઈ જવાયો

જો કે, રિપલ પંચાલની પત્નીનાં નિવેદન બાદ સવાલ એ થાય છે કે શું આટલી મોંઘી કાર ચલાવનાર રિપલ માનસિક બીમાર છે ? શું કોઇ કંપનીનો ડાયરેક્ટર માનસિક બીમાર હોઇ શકે ? નોંધનીય વાત એ છે કે, અકસ્માતની ઘટના (Bopal Accident Case) મીડિયા સમક્ષ જાતે નશાનું સેવન કરવાની કબૂલાત કરવા છતાં પત્ની દ્વારા પતિનો બચાવ કરવામાં આવી રહ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, પોલીસ દ્વારા રિપલને મેડિકલ ટેસ્ટ માટે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે. સાથે જ FSL ટીમ દ્વારા સ્પીડ ચેક કરવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad માં નબીરાઓનો આતંક, BOPAL માં રિપલ પંચાલે સર્જયો ભયાનક અકસ્માત

Tags :
Advertisement

.

×