Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : હુમલાખોર કિશોરે પીડિતા બાળકનાં માતાને ધમકી આપી, પિતા પર પણ હુમલો કર્યાનો આરોપ

અમદાવાદની હચમચાવે એવી સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં નવાગામમાં માત્ર 15 વર્ષનાં કિશોરે કોઈ બાબતે 10 વર્ષનાં બાળક પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. આટલું જ નહીં ઘટનાનાં ત્રીજા દિવસે પીડિતા બાળકનાં પિતા પર પણ હુમલાખોર કિશોરે હુમલો કર્યો હોવાનો અને માતાને ધમકી આપી હોવાનાં ગંભીર આરોપ થયા છે. આ મામલે ડીંડોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
surat   હુમલાખોર કિશોરે પીડિતા બાળકનાં માતાને ધમકી આપી  પિતા પર પણ હુમલો કર્યાનો આરોપ
Advertisement
  1. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના Surat માં!
  2. વાલીઓ માટે સફાળા જાગવા જેવી ઘટનાથી ચકચાર
  3. 15 વર્ષનાં કિશોરે 10 વર્ષનાં બાળક પર ચપ્પુથી હુમલો કર્યાનો આરોપ
  4. સુરતનાં નવાગામમાં બની ચોંકાવનારી ઘટના
  5. ઘટનાના ત્રીજા દિવસે પિતા પર પણ કિશોરે હુમલો કર્યાનો આક્ષેપ

Surat : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ત્યારે હવે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જ્યાં નવાગામમાં (Navagam) માત્ર 15 વર્ષનાં કિશોરે 10 વર્ષનાં બાળક પર ચપ્પુથી હુમલો કર્યો. ઘટનાનાં ત્રીજા દિવસે પિતા પર પણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. જ્યારે માતા દ્વારા હુમલાખોર કિશોરનાં પરિવારને ફરિયાદ કરતા તેણીને પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આખરે કંટાળી પરિવારે પોલીસ ફરિયાદ કરતા ડીંડોલી પોલીસે (Dindoli Police) કાર્યવાહી હાથ ધરી છે.

Surat માં 10 વર્ષનાં બાળક પર 15 વર્ષના કિશોરે ચપ્પુથી હુમલો કર્યો!

સુરતનાં (Surat) નવાગામ ડીંડોલીમાં આવેલ સરકારી શાળામાં અભ્યાસ કરતા 10 વર્ષનાં બાળક પર 15 વર્ષના કિશોરે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 15 તારીખે બાળક શાળાએથી ઘરે આવતો હતો ત્યારે મોતી એસ્ટેટ 1 નવાગામ પટેલ ફળિયા નજીક એક કિશોરે કોઈ બાબતે બાળક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પીડિત બાળકની માતાએ હુમલાખોરનાં પરિવારને ફરિયાદ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Narmada : પૂર્વ MLA ધીરુભાઈ ભીલે મંત્રી પી.સી. બરંડાના વિવાદિત ‘દારુવાળા’ નિવેદનનો કર્યો લૂલો બચાવ

Advertisement

પીડિત બાળકની માતાને ધમકી આપી, પિતા પર હુમલો કર્યાનો આરોપ

આરોપ અનુસાર, બીજા દિવસે હુમલાખોર કિશોરે પીડિતા બાળકની માતાને ધમકી આપી હતી અને ત્રીજા દિવસે ઘટના સ્થળે CCTV ફૂટેજ ચેક કરવા ગયેલા પીડિતા બાળકનાં પિતા પર પણ 15 વર્ષના કિશોરે હુમલો કર્યો હતો. આ મામલે પીડિતા બાળકનાં માતા-પિતાએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં (Dindoli Police) ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સભ્ય સમાજની ચિંતા વધારી છે. કિશોરવયે આ પ્રકારની માનસિકતા સમાજ માટે ચેતવણી સમાન છે.

સવાલ તો પૂછાશે જ!

- બાળ માનસ આ હદ્દે અપરાધિક વૃતિ ધરાવતા કેવી રીતે થયા?
- કિશોરવયે હથિયારોથી હુમલો કરવાની માનસિકતા ક્યાથી?
- આખરે કોની બેદરકારીથી બાળમાનસ બને છે અપરાધી?
- બાળકોમાં હિંસક વૃતિ માટે આખરે જવાબદાર કોણ?
- શું સોશિયલ મીડિયાનો અતિરેક જ છે મૂળ કારણ?
- શું માતા-પિતાની વધુ પડતી છૂટછાટ બની રહી છે કારણ?

આ પણ વાંચો - Navsari : સાગરા ઓવરબ્રિજ પર દુ:ખદ અકસ્માત : કાર-બાઇકની ટક્કરમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત

Tags :
Advertisement

.

×