ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Google ના કર્મચારીઓ પર AI નું સંકટ, 30 હજાર લોકોને કરાશે છૂટા

આજનો અને આવનારો સમય હવે AI નો જ હશે તે અત્યારથી જ આપણે જોઇ રહ્યા છીએ. એવી ચર્ચાઓ પણ ઘણીવાર થાય છે કે AI લોકોની નોકરી છીનવી શકે છે. તાજેતરમાં આવું જ કઇંક વિશ્વની સૌથી મોટી ટેક કંપની Google માં...
11:46 AM Dec 24, 2023 IST | Hardik Shah
આજનો અને આવનારો સમય હવે AI નો જ હશે તે અત્યારથી જ આપણે જોઇ રહ્યા છીએ. એવી ચર્ચાઓ પણ ઘણીવાર થાય છે કે AI લોકોની નોકરી છીનવી શકે છે. તાજેતરમાં આવું જ કઇંક વિશ્વની સૌથી મોટી ટેક કંપની Google માં...

આજનો અને આવનારો સમય હવે AI નો જ હશે તે અત્યારથી જ આપણે જોઇ રહ્યા છીએ. એવી ચર્ચાઓ પણ ઘણીવાર થાય છે કે AI લોકોની નોકરી છીનવી શકે છે. તાજેતરમાં આવું જ કઇંક વિશ્વની સૌથી મોટી ટેક કંપની Google માં જોવા મળી રહ્યું છે. જેમા નોકરી કરતા કર્મચારીઓ પર એકવાર ફરી છટણીના વાદળો જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, Google ફરી મોટા પાયે નોકરીની છટણીની તૈયારીઓ કરી રહ્યું છે. ધ ઇન્ફોર્મેશનના એક રિપોર્ટ અનુસાર, કંપનીએ જે રીતે પોતાના બિઝનેસમાં AIનો ઉપયોગ કર્યો છે, તે પછી એવી શક્યતા છે કે એડ સેલ્સમાં લગભગ 30,000 લોકોની નોકરી પર જોખમ છે.

30 હજાર કર્મચારીઓ બનશે AI નો શિકાર

આ વર્ષની શરૂઆતમાં કંપનીએ 12000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. કંપનીના ઇતિહાસમાં આ સૌથી મોટી છટણી પણ છે. Google કંપની તેના એડવર્ટાઈઝિંગ સેલ્સ યુનિટમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને કર્મચારીઓમાં ફરીથી છટણી પ્રક્રિયા શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે.આ વિભાગમાં લગભગ 30,000 લોકો કામ કરે છે. રિપોર્ટ અનુસાર, ગૂગલે મોટા પાયે નવા AI-આધારિત ટૂલ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. આનો ઉપયોગ જાહેરાત અને વેચાણમાં થઈ રહ્યો છે. જેમાં નવા સાધનો AI દ્વારા આપમેળે સજેસ્ટ કરી શકે છે અને નવી જાહેરાતો બનાવી શકે છે. જે Users માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. અને તેનો દોષ મોટે ભાગે એડ-સેલ્સ વિભાગના કર્મચારીઓ પર આવી શકે છે. કારણ કે એડ-સેલ્સ ડિવિઝનમાં ઘણી નોકરીઓ નિરર્થક બની જશે. ગૂગલે તાજેતરમાં AI ટૂલ સાથે પરફોર્મન્સ મેક્સ વિકસાવ્યું છે. જણાવી દઇએ કે જાહેરાતકર્તાઓની વધતી જતી સંખ્યાએ પરફોર્મન્સ મેક્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જે ચોક્કસ Google સેવા, જેમ કે YouTube, સર્ચ, ડિસ્પ્લે, ડિસ્કવર, Gmail અને મેપ્સ માટે જાહેરાતો વેચવા માટે વિશિષ્ટ સ્ટાફની જરૂરિયાતને દૂર કરે છે.

મંદીના ડરથી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા

Google ની કાયમી કંપની આલ્ફાબેટે મંદીના ડરથી પોતાની કંપનીમાંથી 12,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે અમે અસરગ્રસ્ત કર્મચારીઓને સૂચના આપવાનો યોગ્ય રસ્તો અપનાવ્યો નથી, આ તેમના મનોબળ પર ખરાબ અસર કરે છે. સુંદર પિચાઈએ કહ્યું હતું કે, અમે 25 વર્ષમાં આવો સમય Google પર ક્યારેય જોયો નથી. Google એ આ પ્રક્રિયા સારી રીતે કરી નથી.

CEO સુંદર પિચાઈએ દુખ વ્યક્ત કર્યું

કંપનીના CEO સુંદર પિચાઈએ ગૂગલમાંથી 12 હજાર કર્મચારીઓને કાઢી મૂકવાના નિર્ણય પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે, કંપનીને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. જો તેમણે આમ ન કર્યું હોત તો વધુ ખરાબ સમય આવી શક્યો હોત. તે સમયગાળાથી બચવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો.

શું AI નોકરીઓ ખાઈ જશે?

આ અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. લાગે છે કે જો AI ભવિષ્યમાં વધુ મજબૂત અને વધુ સચોટ બને તો લોકોની નોકરી જોખમમાં આવી શકે છે. પરંતુ તેમ છતાં, મનુષ્યને કોઈપણ વસ્તુના અંતિમ સ્પર્શ માટે અથવા પ્રૂફ રીડિંગ અથવા અંતિમ પરીક્ષણ માટે જરૂરી રહેશે.

આ પણ વાંચો - Flipkart-Amazon નહીં, અહીં શરુ થઇ છે જબરદસ્ત સેલ, ફોન, ટીવી અને ઘણું બધું અડધા કરતાં પણ ઓછી કિંમતે ઉપલબ્ધ

આ પણ વાંચો - Bank Holidays : હવે બેંકો સતત 5 દિવસ બંધ રહેશે !, નાતાલને કારણે આ સ્થળોએ રજા જાહેર કરવામાં આવી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AIArtificial intelligenceEmployeesgoogleGoogle Layoffsgoogle newsGujarat Firstmassive layoffs in google
Next Article