Air Force Air Show: મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર 9 હોક વિમાનના દિલધડક સ્ટંટ્સ
- Air Force Air Show: મહેસાણામાં આજે યોજાશે વાયુસેનાનો એર શો
- વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે
- ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં લહેરાવ્યો ત્રિરંગો
Air Force Air Show: મહેસાણામાં આજે વાયુસેનાનો એર શો યોજાયો છે. જેમાં વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો છે. ભારતીય વાયુસેનાની ટીમે આકાશમાં ત્રિરંગો લહેરાવ્યો છે. સૂર્યકિરણ ટીમ 9 જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરાયો છે. યુવાનોને સશસ્ત્રદળોમાં જોડાવવા પ્રેરિત કરવાનો હેતુ છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની ગૌરવશાળી ટીમ છે. સૂર્યકિરણની ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચુકી છે. જેમાં જેટ્સ 900થી 1 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે.
ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો
આજે મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો છે. જેમાં મહેસાણાના આકાશમાં 9 વિમાનોએ ત્રિરંગો લહેરાવ્યો છે. હોક માર્ક 132 ફાઇટર જેટ્સે 5 મીટરથી પણ ઓછી ઉંચાઇ પર ઉડાન ભરી છે. 6 થી 8 મહિનાની તાલીમ બાદ પાયલોટ્સ આ એર શો માટે સક્ષમ બન્યા છે. તેમજ સૂર્યકિરણ ટીમ 700 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે.
મહેસાણામાં વાયુસેનાનો ઐતિહાસિક એર શો
વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો
ભારતીય વાયુસેનાની ટીમે આકાશમાં લહેરાવ્યો ત્રિરંગો
સૂર્યકિરણ ટીમના 9 જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત
યુવાનોને સશસ્ત્રદળોમાં જોડાવવા પ્રેરિત કરવાનો હેતુ
એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ… pic.twitter.com/eiVp681FEN— Gujarat First (@GujaratFirst) October 24, 2025
Air Force Air Show: દર્શકોને 30 થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ જોવા મળ્યું
દર્શકોને 30 થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ જોવા મળ્યું છે. જેમાં જેટમાં પ્રતિ મિનિટ 10 થી 12 કિલો એવિયેશન ફ્યુઅલ વપરાય છે. જેમાં મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલની મહેસાણાની નવા વર્ષની અનોખી ભેટ છે.
આજે આકાશમાં શાનદાર સ્ટંટ્સ અને દિલધડક એર શો
સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સંરક્ષણ મંત્રાલયને રજૂઆત કરી હતી. તેમાં હરિભાઈ પટેલની રજુઆતને પગલે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પ્રથમ એર-શો યોજાયો છે. મહેસાણાના એરોડ્રામ ખાતે આજ રોજ સવારે 9 વાગે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં શાનદાર સ્ટંટ્સ અને દિલધડક એર શો કર્યો છે. શહેરમાં સૌપ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાઈ રહ્યો છે. આકાશમાં વિમાનોના અદભૂત કરતબો નિહાળવા સામાન્ય પ્રજા માટે નિઃશુલ્ક પ્રવેશ રહ્યો છે. એર-શોમાં 9 હોક MK 132 વિમાનોને 5 મીટરથી ઓછા અંતરે ઉડાડશે. એર શોમાં વિમાન સીધી દિશામાં આગળ વધતાં 360 ડિગ્રી ફરી સીધું થશે, બે વિમાનો એકબીજાને સામસામેથી ખૂબ નજીકથી પસાર થયા છે. તેમજ દર્શકોની નજીકની ઊંચાઈ પર વિમાન ઝડપથી પસાર કરાયા છે.
આ પણ વાંચો: Pakistan Water Supply: ભારત બાદ અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનું પાણી રોકશે


