AIR INDIA ના બે પ્લેનમાં ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
- અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઇન્ડિયાના પ્લેનમાં ખામીની અનેક ઘટનાઓ સામે આવી
- વિતેલા 24 કલાકમાં બે ફ્લાઇટ્સ અલગ અલગ કારણોસર રદ કરવી પડી
- મુસાફરોએ અંતિમ ઘડીએ રઝળપાટ કરવાનો વારો આવ્યો
AIR INDIA : એર ઇન્ડિયા (AIR INDIA) ના વિમાનોમાં ખામીના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટના (AHMEDABAD PLANE CRASH) પછી એરલાઇન સતત તેના વિમાનોનું નિરીક્ષણ કરી રહી છે અને નિરીક્ષણ દરમિયાન પણ ઘણા વિમાનોની ખામી સામે આવી રહી છે. રવિવારે મુસાફરોએ એર ઇન્ડિયાના બે વિમાનોમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. પહેલી ઘટનામાં તિરુવનંતપુરમમાં એર ઇન્ડિયા (AIR INDIA) ના વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ (EMERGENCY LANDING) કરાવવું પડ્યું હતું. અને બીજી ઘટનામાં તે જ સમયે વિમાનમાં ખામી સર્જાવવાના કારણે ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયા બાદ તેને રદ કરવામાં આવી હતી.
દિલ્હીથી ત્રિવેન્દ્રમ જઈ રહેલી ફ્લાઇટ સાથે વિમાન અથડાયું
ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર લેન્ડ કરતા પહેલા એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી રહેલા પાયલોટે પક્ષી અથડાયાની જાણ કરી હતી. આ ફ્લાઇટ દિલ્હીથી ત્રિવેન્દ્રમ જઈ રહી હતી. ફ્લાઇટ ત્રિવેન્દ્રમમાં સુરક્ષિત રીતે ઉતરી ગઈ, અને પક્ષી અથડામણની ઔપચારિક તપાસ પૂર્ણ થવાની રાહ જોવાઇ રહી છે. આ જ ફ્લાઇટ દિલ્હી પાછી જઈ રહી હતી, જે રદ કરી દેવાવામાં આવી છે.
દિલ્હી-કોચી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
દિલ્હીથી કોચી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઇધણ ઓછું હોવાને કારણે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઇંધણ ભર્યા પછી ફ્લાઇટ કોચી માટે ઉડાન ભરી અને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સતર્ક
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 12 જૂને અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી 241 લોકોના મોત થયા. જે ઈમારતમાં વિમાન અથડાયું હતું તેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં 270 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માત બાદ એર ઇન્ડિયા સતત તેના વિમાનોની તપાસ કરી રહી છે. આ કારણે ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. તપાસ દરમિયાન, ઘણી ખામીઓ પ્રકાશમાં આવી છે, જેને તાત્કાલિક સુધારીને વિમાનનો ફરીથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો --- Namo Bharat Corridor: દિલ્હીથી મેરઠ 1 કલાકમાં... નમો ભારત કોરિડોર પર બધા લક્ષ્યો પ્રાપ્ત